INX મીડિયા: ED કેસમાં ચિદમ્બરમને સુપ્રીમે આપ્યો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી
INX મીડિયા હેરાફેરી સંલગ્ન ઈડી કેસમાં પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. જસ્ટિસ ભાનુમતિ અને જસ્ટિસ બોબન્નાની બેન્ચે ચિદમ્બરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. આગોતરા જામીન અરજી ફગાવી દેવાતા હવે ઈડી પી ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટમાં ઈડી તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચિદમ્બરમની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે જો ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ જામીન આપશે તો તેના વિનાશકારી પરિણામ આવશે.
નવી દિલ્હી: INX મીડિયા હેરાફેરી સંલગ્ન ઈડી કેસમાં પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. જસ્ટિસ ભાનુમતિ અને જસ્ટિસ બોબન્નાની બેન્ચે ચિદમ્બરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. આગોતરા જામીન અરજી ફગાવી દેવાતા હવે ઈડી પી ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટમાં ઈડી તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચિદમ્બરમની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે જો ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ જામીન આપશે તો તેના વિનાશકારી પરિણામ આવશે.
આવું એટલા માટે કારણ કે તેની સીધી અસર વિજય માલ્યા, મેહુલ ચોક્સી, નીરવ મોદી, શારદા ચિટફંડ, ટેરર ફંડિંગ જેવા મામલાઓ પર તેની પડશે. તુષાર મહેતાએ પુરાવા બતાવીને ધરપકડ કર્યા વગર પૂછપરછની માગણીનો વિરોધ કરતા કહ્યું હતું કે તપાસ કેવી રીતે થાય તેનો નિર્ણય એજન્સી જવાબદારી પૂર્વક લે છે. જો આરોપી આઝાદ ઘૂમી રહ્યો હોય તો તેને પુરાવા દર્શાવવાનો અર્થ એ છે કે બચેલા પુરાવા નષ્ટ કરવાનું આમંત્રણ આપવું.
જુઓ LIVE TV