પં.બંગાળમાં ભાજપ નહીં વગાડી શકે લાઉડસ્પીકર, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
ભાજપ પશ્ચિમ બંગાળમાં રહેણાંક વિસ્તારોમાં માઇક અને લાઉડસ્પીકરના ઉપયોગ પર રોક હટાવવાની માગ કરી હતી. રાજ્ય સરકારે બોર્ડની પરીક્ષાઓ દરમિયાન રાજ્યમાં માઇક અને લાઉડસ્પીકરના ઉપયોગ પર રોક લગાવવાનો આદેશ જાહેર કર્યો છે.
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ભાજપ સ્કૂલની બોર્ડ પરીક્ષાઓ સુધી લાઉડસ્પીકર અને માઇક વગાડી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે પ્રદેશ ભાજપની અરજી ફગાવી દીધી છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં રહેણાંક વિસ્તારોમાં માઇક અને લાઉડસ્પીકરના ઉપયોગ પર રોક હટાવવાની માગ કરી હતી. રાજ્ય સરકારે બોર્ડની પરીક્ષાઓ દરમિયાન રાજ્યમાં માઇક અને લાઉડસ્પીકરના ઉપયોગ પર રોક લગાવવાનો આદેશ જાહેર કર્યો છે. જેને પ્રદેશ ભાજપે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. અરજી ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની બેંચે ફગાવી છે.
વધુમાં વાંચો: પોતાને જીવતો સાબિત કરવા 3 વર્ષથી ભટકી રહ્યો છે આ શખ્સ, સરકાર કાગળ પર છે ‘સ્વર્ગવાસી’
કોલકાતા પ્રદેશ ભાજપની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સ્કૂલોમાં બોર્ડની પરીક્ષાના બહાને માર્ચ મહિનાના અંત સુધી પશ્ચિમ બંગાળ દરેક વિસ્તારમાં માઇક અને લાઉડસ્પીકર વગાડવાના રોક લગાવવા સંબંધે રાજ્ય સરકારની સૂચના ખોટી છે. જે રાજકીય પ્રેરિત છે. હકિકતમાં રાજ્ય સરકારે સૂચના જાહેર કરી છે, જેમાં સ્કૂલોમાં બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખી રાજ્યમાં ક્યાંય પણ કોઇપણ પ્રકારે માઇક અને લાઉડસ્પીકર વગાડવા પર રોક લગાવી છે.
વધુમાં વાંચો: કેન્દ્ર સરકારની સામે ચંદ્રબાબૂ નાયડૂના ધરણા, સમર્થન કરવા પહોંચ્યા રાહુલ ગાંધી
ભાજપનું કહેવું છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અવાજના ધોરણો અનુસાર એક નક્કી સીમા સુધી માઇક અને લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી હોય છે પરંતુ આ 90 દશાંશથી ઓછા અવાજમાં માઇક લગાડવાની પરવાનગી આપવાની જગ્યાએ એક સાથે સમગ્ર રાજ્યમાં કોઇ પણ પ્રકારે માઇક અને લાઉડસ્પીકર વગાડવા પર રોક પશ્ચિમ બંગાળ સરકારનો રાજકીય સ્ટ્રેટેજી પ્રેરિત નિર્ણય છે.
વધુમાં વાંચો: ગ્રેટર નોઇડામાં PM મોદીએ કહ્યું, '2030 સુધીમાં ભારત દુનિયાની બીજી મોટી અર્થવ્યવસ્થા હશે'
પ્રદેશ સરકાર આ એટલા માટે કહી રહી છે જેથી રાજ્યમાં ભાજપ તેમનો ચૂંટણી પ્રચાર ન કરી શકે. ભાજપનું કહેવું છે કે પરીક્ષા કેન્દ્રની આસપાસ માઇક વગાડવા પર પ્રતિંબધ લગાવી શકાય છે પરંતુ સમગ્ર રાજ્યમાં એક સાથે પ્રતિંબધ ન લાગવી શકાય.