નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તમામ સ્ટેટ બોર્ડ, સીબીએસઈ, આઈસીએસઈ, અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) દ્વારા આયોજિત થનારી ધોરણ 10 અને 12ની ઓફલાઈન પરીક્ષાઓ રદ કરવાની માગણી કરતી અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આ પ્રકારની અરજીઓ ભ્રામક છે અને વિદ્યાર્થીઓને ખોટી આશા આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CBSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ઓનલાઈન કરાવવાના મામલે સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓની દલીલો સાંભળ્યા બાદ અરજી ફગાવી દીધી. અરજીકર્તાનું કહેવું છે કે ગત વર્ષની જેમ જ પરીક્ષાઓ કરાવવાનો આદેશ આપવામાં આવે. 


જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ માહેશ્વરી, અને જસ્ટિસ સીટી રવિકુમારની પેનલે કહ્યું કે તમારી અરજી પર વિચાર કરવાનો અર્થ છે કે વધુ કન્ફ્યૂઝન પેદા કરવું. પહેલેથી જ તમે જનહિત અરજીના નામ પર આ અરજી દાખલ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે ખુબ કન્ફ્યૂઝન પેદા કર્યું છે. કોર્ટે કહ્યું કે તમારે જે કહેવું હોય તે ઓથોરિટીને જઈને જણાવો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube