NEET-PG 2022: NEET-PG 2022: 21મી મેના રોજ થનારી NEET-PG 2022 પરીક્ષાને મોકુફ  કરવા કરાયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે હાલ પરીક્ષા મોકુફ કરવાથી અરાજકતા અને અનિશ્ચિતતા પેદા થશે. તેનાથી પેશન્ટ કેર પણ પ્રભાવિત  થશે અને તૈયારી કરનારા 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ખોટું ગણાશે. કોર્ટે પોતાની ટિપ્પણીમાં  એમ પણ કહ્યું કે પ્રવેશમાં કોઈ પણ પ્રકારના વિલંબથી દર્દીઓની દેખભાળ અને હોસ્પિટલોમાં કામગીરી પ્રભાવિત થાય છે. પરીક્ષા મોકુફ કરવાની ભલામણ પર વિચાર કરાયો છે. વિચાર-વિમર્શ બાદ નિર્ણય લેવાયો છે કે હાલ પરીક્ષા મોકુફ કરીને પેશન્ટ કેરને પ્રભાવિત થવા દેવાય નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે વધુમાં એમ પણ કહ્યું કે રાજ્ય સંતુલન બનાવવાની કોશિશ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં એવા ડોક્ટર છે જેમણે 2022ની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 2 લાખ 6000થી વધુ ડોક્ટરોએ આ માટે રજિસ્ટ્રેશન  કરાવેલું છે. જે ગત 2 વર્ષમાં પરીક્ષામાં બેસનારા ડોક્ટરોની સંખ્યા કરતા ઘણી વધુ છે. પરીક્ષામાં વિલંબ અન્ય ક્ષેત્રો જેમ કે સુપર સ્પેશિયાલિટી એડમિશનને પણ પ્રભાવિત કરશે. કોર્ટે એમ પણ કહ્યું કે આ વર્ષે આપણી પાસે ગત બે વર્ષમાં થયેલો પરીક્ષામાં વિલંબનું કારણ એટલે કે કોરોનાવાયરસની ચિંતા નથી. હવે પરીક્ષામાં વિલંબ મોટા પાયે પ્રભાવિત કરશે. તેનાથી સુપર સ્પેશિયાલિટી પરીક્ષા વગેરે માટે ઈન્ટર્નશીપની છેલ્લી તારીખને પણ અસર થશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube