નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે,સંવૈધાનિક મહત્વનાં મુદ્દે ન્યાયિક કાર્યવાહીઓનું સીધું પ્રસારણ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટના એટોર્ની જનરલ પાસે આ અંગેના અવલોકન અને મંજુરી માટે સમગ્ર દિશા નિર્દેશ તૈયાર કરવા માટે જણાવ્યું છે. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ડી.વાઇ ચંદ્રચુડની સભ્યતાવાળી પીઠે વરિષ્ઠ અધિવક્તા ઇંદિરા જયસિંહ સહિત તમામ પક્ષકારોને કહ્યું કે, તેઓ એટોર્ની જનરલ કે.કે વેણુગોપાલને પોત - પોતાની સલાહ આપે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇંદિરા જયસિંહે દાખલ કરી છે અરજી
ઇંદિરા જયસિંહે રાષ્ટ્રીય મહત્વનાં મુદ્દાઓની કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ બહાર પાડવા માટેની જનહીત અરજી દાખલ કરી છે. પીઠમાં કહેવાયું કે ટોપનાં કાયદા નિષ્ણાંતો આ સલાહ અંગે વિચાર કરશે અને કોર્ટના અવલોકન અને મંજૂરી માટે સમગ્ર દિશાનિર્દેશ તૈયાર કરશે.

વેણુગોપાલે કહ્યું કે, આ દિશાનિર્દેશ સરકારની પાસે પણ મોકલવામાં આવશે જેથી સરકાર તેનું અવલોકન કરીને પોતાની સલાહ આપે. તેનાં માટે તેમણે કોર્ટને બે અઠવાડીયાનો સમય માંગ્યો. પીઠે આગામી સુનવણી માટે 17 ઓગષ્ટની તારીખ નિશ્ચિત કરી છે. કેન્દ્રએ કહ્યું કે, ન્યાયિક પ્રક્રિયાઓનું વીડિયો રેકોર્ડિંગ અને લાઇવ સ્ટ્રીમિંગને મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં સંવૈધાનિક મુદ્દે સુનવણી દરમિયાન પ્રાયોગિકત રીતે શરૂ કરવામાં આવી શકે છે. 
વેણુગોપાલની પીઠે તે પણ જણાવ્યું કે, ન્યાયિક પ્રક્રિયાઓનાં લાઇવ સ્ટ્રીમિંગ અને વીડિયો રેકોર્ડિંગની પ્રાયોગિક યોજનાને પ્રયોગના આધારે ચાલુ કરવામાં આવી શકે છે. 

અરજીમાં શું કહેવામાં આવ્યું છે ?
જયસિંહે પોતાની અરજીમાં સંવૈધાનિક અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા કેસનું સિધું પ્રસારણ કરવા માટેની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, નાગરિકને તે જાણવાનો અધિકાર છે અને તેના માટે સંવૈધાનિક અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા કિસ્સાઓનું સીધુ પ્રસારણ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, પશ્ચિમી દેશોમાં આ પ્રણાલી કામ કરી રહી છે અને આંતરરાષ્ટ્રીય કોર્ટ સહિત કોર્ટની કાર્યવાહીનુ લાઇવ સ્ટ્રીમિંગ યુટ્યુબ પર ઉપલબ્ધ છે. જો સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું લાઇવ સ્ટ્રીમિંગ શક્ય છે તો વીડિયો રેકોર્ડિંગની પરવાનગી હોવી જોઇએ.