નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બસપા સુપ્રીમો માયાવતીને કહ્યું કે સ્મારક, પોતાની મૂર્તિઓ અને હાથીઓની પ્રતિમા બનાવવા પાછળ જનતાના જે રૂપિયા ખર્ચાયા છે તે જનતાને પાછા આપો. આ મામલે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે પ્રથમ દ્રષ્ટિએ બીએસપી નેતા માયાવતીએ તેમની પ્રતિમાઓ અને હાથીઓ પર સાર્વજનિક ધનથી કરેલો ખર્ચો ચૂકવવાનો છે. સુપ્રીમ કોર્ટે એક જૂની અરજી પર સુનાવણી કરતા આ વાત કરી. પરંતુ હજુ અંતિમ આદેશ આવવાનો બાકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલી જ બેઠકમાં પ્રિયંકા ગાંધીએ દેખાડ્યા તેવર, RSS માટે આપ્યું મોટું નિવેદન 


મુઝફ્ફરનગર: મદરેસામાં મોટા વિસ્ફોટ બાદ આગ લાગી, 12 વિદ્યાર્થીઓ દાઝ્યા, 10ની હાલત નાજુક


2009માં દાખલ થઈ અરજી
એક વકીલ તરફથી કોર્ટમાં દાખલ થયેલી અરજી પર સુપ્રીમમાં સુનાવણી ચાલે છે જેમાં કહેવાયું હતું કે જાહેર ધનનો ઉપયોગ પોતાની મૂર્તિઓ બનાવવા અને રાજકીય પક્ષનો પ્રચાર કરવા માટે થઈ શકે નહીં. અરજી 2009માં દાખલ થઈ હતી જેમાં માયાવતી પર હાથીઓની મૂર્તિઓ અને માયાવતી તથા કાશીરામની મૂર્તિઓના નિર્માણ પર 2600 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો આરોપ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...