નવી દિલ્હી : રેપ મામલે સીબીઆઇ તપાસના આદેશ વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયેલા દાતી મહારાજને રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે સોમવારે દાતી મહારાજના મામલે ડખલનો ઇન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે દાતી મહારાજના મામલે દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખખડાવવા કહ્યું છે. રેપના આરોપી દાતી મહારાજે દિલ્હી હાઇકોર્ટના 3 ઓક્ટોબરના આદેશને પડકાર્યો હતો. જેમાં દિલ્હી હાઇકોર્ટે એમના વિરૂધ્ધ રેપ કેસની તપાસ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચથી સીબીઆઇના હવાલે કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપને જણાવીએ કે, ત્રણ ઓક્ટોબરે પીડિતાની અરજી પર સુનાવણી કરતાં દિલ્હી હાઇકોર્ટે આ કેસની તપાસ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી લઇ સીબીઆઇને સોંપવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટે સીબીઆઇને ફરીથી તપાસ કરી સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવાનો પણ આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે દાતી મહારાજની ધરપકડ ન કરવા મામલે પણ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સામે ટકોર પણ કરી હતી. પીડિતાએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી સીબીઆઇ તપાસ અને દાતીની ધરપકડ કરવાની પણ માંગ કરી હતી. 


ક્રાઇમ બ્રાન્ચે દાખલ કરી ચાર્જશીટ
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેપ મામલે દાતી મહારાજ વિરૂધ્ધ સાકેત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. દાતી મહારાજની ધરપકડ કર્યા વગર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. દાતી અને એના ત્રણ પિતરાઇ ભાઇઓના નામ પણ ચાર્જશીટના કોલમ નંબર 11માં આરોપી તરીકે નોંધવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે દાતીની ધરપકડ કરવા માટે પુરતા પુરાવા મળ્યા ન હતા. 


ક્રાઇમ બ્રાન્ચના સુત્રોના જણાવ્યા અનુસાર પીડિતાએ પાલી આશ્રમમાં જે ત્રણ તારીખે બળાત્કાર થયાની એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં એક તારીખે પીડિતા પાલીમાં હાજર ન હતી પરંતુ અજમેરમાં પોતાની કોલેજમાં હાજર હતી. જેના પુરાવા કોલેજમાં પીડિતાની હાજરીથી મળે છે. 


આ પણ વાંચો : ગિરિરાજ સિંહનું વિવાદીત નિવેદન, ભારતના મુસલમાનો રામના વંશજ


પીડિત યુવતીની ફરિયાદને પગલે ફતેહપુરી બેરી પોલીસે 7 જૂને દાતી અને એના ત્રણ પિતરાઇ ભાઇઓ અશોક, અર્જુન અને અનિલ વિરૂધ્ધ રેપના આરોપમાં એફઆઇઆર  નોંધવામાં આવી હતી. ફરિયાદકર્તાનું કહેવું છે કે, કથિત આરોપીઓએ વર્ષ 2016માં અહીં અને રાજસ્થાન સ્થિત આશ્રમમાં ચરણ સેવાના નામે એમનું યૌન શોષણ કર્યું હતું. આરોપ અનુસાર યુવતીઓને પેશાબ પીવા માટે પણ દબાણ કરવામાં આવતું. 12 જૂને આ કેસ સ્થાનિક પોલીસ પાસેથી લઇને ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.