નવી દિલ્હી : ભારતનાં ચીફ જસ્ટિસે દિલ્હી સરકાર પર ચાલી રહેલા વિવાદ અને અયોધ્યા વિવાદ કેસની સુનવણીમાં વકીલોની પદ્ધતી અંગે પોતાનો રોષ પ્રકટ કર્યો હતો. ગુરૂવારે સંવિધાન પીઠનાં મુખ્ય જજ તરીકે સુનવણી કરતા જસ્ટિસ મિશ્રાએ આ બંન્ને કેસોમાં વકીલોનાં વલણ મુદ્દે આકરી ટીપ્પણી કરી હીત. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ વકીલો સંયમ જાળવવા માટે કહ્યું હતું. કોર્ટે કહ્યું કે જો બાર તમને રેગ્યુલેટ નહી કરે તો અમે કરીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ દિપક મિશ્રાએ જણાવ્યું કે, ઉંચી અવાજમાં એક બીજા સામે દલીલો કરવાની પદ્ધતી સહ્ય નથી. સીનિયર વકીલોનાં વલણ અંગે નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ખુબ જ દુખદ બાબત છે કે કેટલાક વકીલો વિચારે છે કે ઉંચા અવાજમાં દલીલો કરી શકે છે. જ્યારે તેઓ એ નથી સમજતા કે આ પ્રકારે દલીલો કરવી તેમની સીનિયોરીટી ઘટાડે છે. તેઓ જે પદ પર છે તેનો મલાજો જાળવીને તેઓ નથી બોલી રહ્યા.


ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે, દિલ્હી સરકારનાં કેસમાં જો વરિષ્ઠ વકીલ રાજીવ ધવનનાં તર્ક ખુબ જ ઉદ્દંડ અને ખરાબ હતા તો અયોધ્યા વિવાદમાં કેટલાક સીનિયર વકીલોની લહેજો વધારે પણ ખરાબ હતી. આ બંન્ને કેસમાં વકીલોની ઉદ્દંડ અને બેકાર તર્કો અંગે જેટલી ઓછી વાત કરવામાં આવે તે જ યોગ્ય છે. તેમણે સુપ્રીમ કોર્ટનાં વકીલોની તર્ક શૈલી અને વલણની આકરી ટીકા કરી હતી.


કોર્ટે કહ્યું કે, અયોધ્યા જમીન વિવાદ અને દિલ્હી સરકારનાં કેન્દ્ર વિરુદ્ધનાં કેસમાં કેટલાક સીનિયર વકીલોએ ખરાબ આચરણનાં નવા માપદંડો રજુ કર્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, અયોધ્યા કેસમાં સુનવણી બુધવારે થઇ હતી ત્યાર બાદની સુનવણી ફેબ્રુઆરીમાં આપવામાં આવી હતી. ઉપરાંત સરકારનો કેન્દ્ર અને એલજીની સાથે સત્તાની ટક્કર પણ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકાર અને કેન્દ્ર વચ્ચે સત્તાની ટક્કરમાં રાજીવ ધવન અને અયોધ્યા વિવાદ કેસમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલ કેસ લડી રહ્યા છે.