નવી દિલ્હીઃ Religion Conversion Case: દબાણ, છેતરપિંડી કે લાલચથી ધર્મ પરિવર્તનને સુપ્રીમ કોર્ટે ગંભીર મામલો ગણાવ્યો છે. કોર્ટે કહ્યું કે આ ન માત્ર ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર વિરુદ્ધ પરંતુ દેશની સુરક્ષાને પણ ખતરો પહોંચાડવાની વાત છે. કોર્ટે ગેરકાયદેસર ધર્માંતરણ વિરુદ્ધ કાયદાની માંગ પર કેન્દ્ર સરકારને 22 નવેમ્બર સુધી જવાબ દાખલ કરવાનું કહ્યું છે. આગામી સુનાવણી 28 નવેમ્બરે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

23 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહની અધ્યક્ષતાવાળી બેંચે ખોટી રીતે ધર્માંતરણ વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માંગ પર નોટિસ જાહેર કરી હતી. અરજીકર્તા અશ્વિની ઉપાધ્યાયે દબાવ, લાલચ કે છેતરપિંડીથી ધર્મ પરિવર્તન કરાવનાર વિરુદ્ધ કડક પગલા ભરવાની માંગ કરી હતી. તેમણે પોતાની અરજીમાં દબાવને કારણે આત્મહત્યા કરનારી લાવણ્યાના મામલા સહિત બીજી ઘટનાઓનો હવાલો આપ્યો હતો.


શું છે લાવણ્યા કેસ?
તમિલનાડુના તંજાવુરની 18 વર્ષની વિદ્યાર્થિની લાવણ્યાએ આ વર્ષે 19 જાન્યુઆરીએ આત્મહત્યા કરી લીધી હતી. તે પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં લાવણ્યાએ કહ્યું હતું કે તેની સ્કૂલ સેક્રેડ હાર્ટ હાયર સેકેન્ડરી તેના પર ઈસાઈ બનવા માટે દબાણ બનાવી રહી છે. તેના માટે સતત કરવામાં આવી રહેલા દબાણને કારણે તે પોતાનો જીવ આપી રહી છે. મદ્રાસ હાઈકોર્ટે ઘટનાની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી. સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો. 


આ પણ વાંચોઃ પ્રેમિકાએ લગ્ન માટે જીદ કરી તો પ્રેમીએ કરી નિર્દયતાથી હત્યા, 35 ટુકડાં કરી...


ગેરકાયદેસર ધર્માંતરણ પર નોટિસ
પાછલી સુનાવણીમાં અરજીકર્તાઓએ જજોને જણાવ્યું હતું કે લાવણ્યા કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે, તેથી હવે તે માંગ પર સુનાવણીની જરૂર નથી. આ પ્રકારની ઘટનાઓ પાછળ છુપાયેલા કારણોને ખતમ કરવા જરૂરી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube