નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે રોહતકમાં વર્ષ 2015માં એક અક્ષમ નેપાળી મહિલા સાથે થયેલા ગેંગરેપ અને હત્યાના મુદ્દે 7 દોષીતોની ફાંસીની સજા પર સ્ટે મુક્યો છે. સુપ્રીમ કોર્ટે દોષીતો દ્વારા દાખ લકરવામાં આવેલી અરજીને સ્વિકાર કરી લીધો જેમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા અપાયેલી સજા પર સ્ટે લગાવવાની માંગ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#EconomicSurvey: કવર પેજ દર્શાવે છે મોદી સરકારનું વિઝન, જાણો શું છે ખાસ
હરિયાણાની રોહતક જિલ્લા સત્ર કોર્ટે માનસિક રીતે અક્ષમ નેપાળી મહિલા સાથે 1 ફેબ્રુઆરી 2015માં બળાત્કાર અને તેની હત્યા કરવાનાં આરોપમાં 7 લોકોને દોષીત ઠેરવતા તેમને મોતની સજા ફટકારી હતી, ત્યાર બાદ આ વર્ષે 20 માર્ચે પંજાબ-હરિયાણા હાઇકોર્ટે પણ દોષીતોની અપીલ ફગાવી દીદી હતી અને તેમની ફાંસીની સજા યથાવત્ત રાખતા તેમના પર સેશન કોર્ટ તરફથી લાગેલ દંડની રકમને 1.75 લાખથી વધારીને 50 લાખ રૂપિયા કરી દીધી હતી. કોર્ટે તેને ખુબ જ સંગીન ગુનો ગણાવ્યો હતો. 


અમરનાથ યાત્રા :ત્રણ દિવસમાં 22 હજાર શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન
INX મીડિયા કેસ: ઇન્દ્રાણી મુખર્જી બની સરકારી સાક્ષી, પી. ચિદમ્બરમ પણ આ કેસમાં આરોપી
ગુનો રોહતક જિલ્લાનાં ગડ્ડી ખેરા ગામમાં થયો હતો. આ મુદ્દો દોષીતોએ પીડિતાની સાથે ક્રુરતાભર્યું વર્તન કર્યું હતું અને સામુહિક બળાત્કાર બાદ પથ્થરથી તેની હત્યા કરી દીધી હતી. આ મુદ્દે પોલીસે 7 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે 22 વર્ષનો સોમબીર આઠવા પણ દોષીત હતો જે ફરાર હતો.જેણે દિલ્હીના બવાના વિસ્તારમાં આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાના વિરોધમાં રોહતકમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ગુનાખોરોની ધરપકડ કરીને ફાંસી પર લટકાવવાની માંગ મુદ્દે અનેક દેખાવો પણ થયા હતા.