ગુજરાત સરકાર દ્વારા 108 હેક્ટર જમીન પાછી લેવા વિરુદ્ધના અદાણી પોર્ટ્સ અને એસઈઝેડ લિમિટેડની અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ સહમત થઈ ગઈ છે. કોર્ટે અદાણી પોર્ટ્સ પાસેથી 108 હેક્ટર જમીન પાછી લેવાના નિર્દેશ આપતા ગુજરાત હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ પણ માંગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છમાં આપી હતી જમીન
અત્રે જણાવવાનું કે અદાણી પોર્ટ્સને કચ્છ વિસ્તારમાં 108 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી હાથ ધરી જેમાં જમીન ફાળવણીને પડકારવામાં આવી હતી. જનહિત અરજીમાં સ્થાનિક સમુદાય માટે ગૌચર જમીનના નુકસાનનો હવાલો આપવામાં આવ્યો હતો. 20 વર્ષ પહેલા અદાણી સમૂહને જે જમીન ફાળવવામાં આવી હતી તે ફાળવણી રદ કરવાનો નિર્દેશ અપાયો હતો. 


વાત જાણે એમ છે કે ગુજરાત સરકારે શુક્રવારે હાઈકોર્ટને જાણ કરી કે તે લગભગ 108 હેક્ટર ગૌચર જમીન પાછી લઈ લેશે જે 2005માં રાજ્યના કચ્છ જિલ્લામાં મુંદ્રા પોર્ટ પાસે અદાણી સમૂહના એક યુનિટને આપવામાં આવી હતી. કચ્છના નવીનાળગામના રહીશો દ્વારા અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડ લિમિટેડને 231 એકર ગૌચર જમીન ફાળવણી કરવાના નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કર્યાના 13 વર્ષ બાદ સરકારે આ નિર્ણય લીધો છે.


જો કે રાજ્યના રેવન્યૂ વિભાગે 2005માં ફાળવણી કરી હતી  પરંતુ ગ્રામીણોને આ અંગે ત્યારે ખબર પડી જ્યારે 2010માં એપીએસઈઝેડે ગૌચર જમીન પર વાડ લગાવવાનું શરૂ કર્યું. રહીશોના જણાવ્યાં મુજબ એપીએસઈઝેડને 276 એકરમાંથી 231 એકર જમીન ફાળવ્યા બાદ ગામમાં ફક્ત હવે 45 એકર ગૌચર જમીન વધી છે. તેમણે એવો પણ તર્ક આપ્યો કે આ પગલું ગેરકાયદેસર છે, કારણ કે ગામમાં પહેલેથી જ ગૌચર જમીનની કમી છે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો કે આ જમીન સાર્વજનિક છે અને સામુદાયિક સંસાધન છે. 


ગુજરાત હાઈકોર્ટે 2014માં જનહિત અરજીનો નિકાલ કર્યો હતો. ત્યારે રાજ્ય સરકારે પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે ડેપ્યુટી કમિશનરે ગૌચર માટે 387 હેક્ટર વધારાની સરકારી જમીન આપવાનો આદેશ પાસ કર્યો હતો. જ્યારે આમ ન બન્યું તો હાઈકોર્ટમાં અનાદર અરજી દાખલ કરવામાં આવી. રાજ્ય સરકારે 2015માં કોર્ટમાં પુર્નવિચાર અરજી દાખલ કરી દલીલ આપી કે પંચાયતને ફાળવણી માટે ઉપલબ્ધ જમીન ફક્ત 17 હેક્ટર છે. ત્યારબાદ રાજ્ય સરકારે બાકી જમીનને લગભગ 7 કિમી દૂર ફાળવણી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો જે ગ્રામીણોને સ્વીકાર્ય ન હતો. કારણ કે તેમનું કહેવું હતું કે પશુઓ માટે આટલું દૂર લઈ જવા એ શક્ય નથી.  


એપ્રિલ 2024માં મુખ્ય ન્યાયધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રેવન્યૂ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી (ACS)ને સમાધાન કાઢવાનો નિર્દેશ આપ્યો હતો. શુક્રવારે એસીએસએ સોગંદનામા દ્વારા પીઠને જણાવ્યું કે રાજ્ય સરકારે લગભગ 108 હેક્ટર એટલે કે 266 એકર ગૌચર જમીન પાછી લેવાનો નિર્ણય કર્યો છે. જે અગાઉ એપીએસઈઝેડને ફાળવવામાં આવી હતી. 


હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું કે, મીન કાગળ પર નહીં પરંતુ ખરેખર આપવામાં આવે તેવા પગલાં લો. ગામની અંદર ગૌચર જમીન આપવાની હોય તો અદાણીને આપેલ જમીન પાછી લો.