નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પ્રાઈવેટ નોકરીઓમાં અનામતના હરિયાણા સરકારના નિર્ણય પર રોક લગાવી છે. હરિયાણા સરકારે પ્રાઈવેટ નોકરીઓમાં 75 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો જેના પર પંજાબ અને હરિયાણા કોર્ટે વચગાળાનો આદેશ જારી કરીને રોક લગાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટેને કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટની સામે અધિનિયમ પર પેન્ડિંગ તમામ કેસ માટે એક ટ્રાન્સફર અરજી દાખલ કરશે. એસજીએ કહ્યું કે આ કાયદો અન્ય રાજ્યોમાં વસનારા પ્રવાસીઓને રેગ્યુલેટ કરવાની એક રીત છે. સુનાવણી દરમિયાન વકીલ દુષ્યંત દવે એ કહ્યું કે મામલો ગંભીર છે. અરજીઓની પતાવટ કર્યા વગર સ્ટે હટાવવો જોઈએ નહીં. સરકારે અનામત આપતા પહેલા કોઈ સ્ટડી કર્યો નથી કે ન તો કોઈ ડેટાનો ઉપયોગ થયો છે. આ નિર્ણયથી ગુડગાવની એક લો ફર્મ પ્રભાવિત થશે. તેઓ બીજા રાજ્યોના જૂનિયર્સને ત્યાં સુધી હાયર નહીં કરી શકે જ્યાં સુધી તેઓ હરિયાણાના 75 ટકા જૂનિયર્સને હાયર ન કરી લે. 


અત્રે જણાવવાનું કે હરિયાણા સરકાર હરિયાણા સ્ટેટ એમ્પ્લોયમેન્ટ એક્ટ લાવી હતી. જે મુજબ હરિયાણામાં જે પ્રાઈવેટ કંપનીઓ છે તેમાં 75 ટકા નોકરીઓમાં હરિયાણાના ડોમિસેલ રાખનારા લોકોને નોકરી મળવાની વાત છે. આમ ન કરવા બદલ કંપી પર એક્શનની પણ વાત હતી. પરંતુ હાલ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકાર હાલ 4 મહિના સુધી કોઈ એમ્પ્લોયર પર કાર્યવાહી કરી શકે નહીં. 


સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટ આ મામલે એક મહિનાની અંદર નિર્ણય કરે અને રાજ્ય સરકારને નિર્દેશ આપે કે હાલ એમ્પ્લોયર્સ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરવામાં ન આવે.  રાજ્યના લોકોને પ્રાઈવેટ સેક્ટરની તે નોકરીઓમાં જેમાં સેલરી 30 હજાર રૂપિયાથી ઓછી છે તેમાં 75 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. 


હાઈકોર્ટે લગાવ્યો હતો સ્ટે
આ અગાઉ 3 ફેબ્રુઆરીએ હરિયાણા હાઈકોર્ટે રાજ્ય સરકારના આ નિર્ણય પર  રોક લગાવી હતી. હરિયાણા ઉદ્યોગ સંઘે રાજ્ય સરકારના નિર્ણય વિરુદ્ધ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ગુહાર લગાવી હતી. અત્રે જણાવવાનું કે પ્રાઈવેટ નોકરીઓમાં અનામતના કાયદાની અધિસૂચના હરિયાણામાં 2021ના રોજ જારી કરી દેવાઈ હતી. હરિયાણા રાજ્ય સ્થાનિક વ્યક્તિ રોજગાર અધિનિયમ 2020, 15 જાન્યુઆરીથી લાગૂ કરવામાં આવ્યો હતો. તેનું નોટિફિકેશન 2021માં જ જારી કરવામાં આવ્યો હતો. આ કાયદો 10 વર્ષ સુધી પ્રભાવી રહેવાની વાત કરાઈ હતી. સ્ટાર્ટઅપને કાયદામાં 2 વર્ષની છૂટ આપવાની પણ વાત કરાઈ હતી. આ સાથે જ આઈટીઆઈ પાસ યુવાતોે રોજગારમાં પ્રાથમિકતા આપવાની વાત કરાઈ હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube