નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi) માં જંતર મંતર (Jantar Mantar) પર ધરણા કરવાની મંજૂરી મામલે સુપ્રીમ કોર્ટે કિસાન મહાપંચાયત (Kisan Mahapanchayat) ને ફટકાર લગાવી છે. જસ્ટિસ ખંડવિલકરે કહ્યું કે તમે લોકોએ ધંધો બનાવી લીધો છે. તમારા લોકોના કારણે રસ્તા જામ થઈ ગયા છે. લોકો રસ્તાઓ પર અનેક કલાક સુધી ઊભા રહે છે. તમે સમગ્ર શહેરને બંધક બનાવ્યું અને હવે શહેરની અંદર ઘૂસવા માંગો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય માણસ પાસે પણ છે અધિકાર- કોર્ટ
સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે તમારી પાસે અધિકાર છે તો સામાન્ય નાગરિકો પાસે પણ અધિકાર છે. સુપ્રીમ કોર્ટની જગ્યાએ તમે હાઈકોર્ટ પણ જઈ શકતા હતા. તમે શહેરની અંદર ઘૂસીને પ્રદર્શન કરવા માંગો છો. 


પોલીસે બંધ કરી રાખ્યા છે રસ્તા-અરજીકર્તા
અરજીકર્તા તરફથી વકીલ અજય ચૌધરીએ કહ્યું કે રસ્તા અમારા કારણે જામ થયા નથી. પોલીસે રસ્તા બંધ રાખ્યા છે. અમે તે ધરણાનો ભાગ નથી. જસ્ટિસ ખંડવિલકરે કહ્યું કે તમે ધરણા પણ ધરશો અને કોર્ટમાં અરજી પણ દાખલ કરશો. 


કૃષિ કાયદાનો વિરોધ કરવાનો છે હેતુ-અરજીકર્તા
સુનાવણી દરમિયાન અરજીકર્તાએ કહ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે ધરણા ધરીને ત્રણેય કૃષિ કાયદાનો વિરોધ કરવા માંગીએ છીએ. જેના પર જસ્ટિસ ખંડવિલકરે કહ્યું કે જો તમે તે ધરણાનો ભાગ નથી તો અરજી પર નોટિસ કરીશું. 


ત્યારબાદ વકીલ અજય ચૌધરીએ કહ્યું કે અમે સોગંદનામું આપીશું કે અમે રસ્તા જામ કરી ધરણા ધરનારા ખેડૂતોમાં સામેલ નથી. સુપ્રીમ કોર્ટે અરજીની કોપી અટોર્ની જર્નલ (AG) ને આપવાનું કહ્યું છે. આ મામલે આગામી સુનાવણી 4 ઓક્ટોબરના રોજ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube