નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે નિર્ભયા મામલામાં દોષી પવનની ક્યુરેટિવ પિટીશન ફગાવી દીધી છે. પવને મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરીને અપીલ કરી હતી કે ઘટનાસમયે હું સગીર હતો અને એટલે મારી ફાંસીની સજા રદ કરવામાં આવે છે. જોકે આ પિટીશન ખાસ મજબૂત નહોતી કારણ કે તે સગીરવયનો હોવાની દલીલ સુપ્રીમ કોર્ટે પહેલાં જ ફગાવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસના લીધે નોઇડા અને રાજસ્થાનમાં કલમ 144 લાગૂ


આ અરજીની સુનાવણી જજોએ પોતાની ચેમ્બરમાં કરી હતી. ટ્રાયલ કોર્ટે આ ચારેય દોષિતોને ફાંસી પર લટકાવવા માટે 20 માર્ચની સવારનું ડેથ વોરંટ જાહેર કર્યું છે. ફાંસી આપતી વખતે જ્યારે કેદીને ફાંસીના તખતા પર ઉભો કરવામાં આવે છે ત્યારે જલ્લાદ તેના બંને પગ દોરડાથી બાંધી દે છે અને પછી ગળામાં ફાંસીનો ફંદો નાખી દે છે. પહેલાં આ ફંદો ઢીલો રાખવામાં આવે છે અને પછી મેડિકલ ટીમ એને ચેક કરે છે. આ પછી જલ્લાદ ફાંસીનો ફંદો ખેંચવા માટે લીવર દબાવે છે. આ પછી કેદીને અડધી કલાક સુધી કેદીને ફાંસીના ફંદામાં લટકાવી રાખવામાં આવે છે. મેડિકલ ટીમ જ્યારે કેદી મરી ચુક્યો છે એવું સર્ટિફિકેટ આપે છે અને પછી એ સર્ટિફિકેટ સુપ્રિટેન્ડન્ટને આપવામાં આવે છે. આ પછી જેલ મેન્યુઅલ પ્રમાણે બોડીને સન્માન સાથે કેદીની બોડીને પરિવારને મોકલી દેવામાં આવે છે. જો સુપ્રિટેન્ડન્ટને લાગે કે બોડી પરિવારને આપ્યા પછી વાતાવરણ બગડી શકે છે તો તેઓ જેલમાં પણ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. 


કોરોના વાયરસના ખતરાને લીધે CBSEની 10મા અને 12માની પરીક્ષાઓ 31 માર્ચ સુધી સ્થગિત


જે દિવસે ફાંસી આપવામાં આવે છે એ દિવસે જેલ મેન્યુઅલ પ્રમાણે કેદીને સૂરજ ઉગે એ પહેલાં ઉઠાડવામાં આવે છે. આ દિવસે સુપ્રિટેન્ડન્ટ  તમામ મેઇલ અને કાગળ ચેક કરે છે અને ફાંસીને લગતી અપડેટ નથી આવીને એની ખાસ તપાસ કરી લે છે. કેદીનું ડેથ વોરંટ જાહેર થાય એ પછી તેની પાસે કામ કરાવવાનું બંધ કરી દેવામાં આવે છે અને તેની પર 24 કલાક નજર રાખવામાં આવે છે. આ પછી સતત 24 કલાક તેની પર નજર રાખવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube