સુપ્રીમ કોર્ટમાં આજે 9 જાન્યુઆરીના રોજ બે મહત્વના મુદ્દાઓ પર સુનાવણી થશે. જેમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તન અને પૂજાસ્થળ કાયદો છે. કોર્ટમાં અરજી કરીને જબરદસ્તીથી ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદો બનાવવાની માંગણી કરવામાં આવી છે જ્યારે પૂજા સ્થળ કાયદાને પડકારવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંને મામલાઓ પર ગત વર્ષના અંતમાં સુનાવણી થઈ હતી. પૂજા સ્થળ કાયદા મુદ્દે 14 નવેમ્બર 2022ના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી  થઈ હતી. જ્યારે જબરદસ્તીથી ધર્મ પરિવર્તન મુદ્દે છેલ્લે 5 ડિસેમ્બરે સુનાવણી થઈ હતી. 


પૂજા સ્થળ કાયદા પર સુનાવણી
પૂજા સ્થળ કાયદા પર સુનાવણીને લઈને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાની બેન્ચે પૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સહિત છ લોકોની અરજીઓની સૂચિબદ્ધ  કરેલી છે. આ અરજીઓ આ કાયદાની જોગવાઈઓને પડકારે છે. અત્રે જણાવવાનું કે પૂજા સ્થળ કાયદા મુજબ 15 ઓગસ્ટ 1947ના રોજ દેશમાં જે પણ ધાર્મિક સ્થળો અને મહત્વની ઇમારતો છે, તે જ સ્થિતિમાં રહેશે. જેની પાસે તેમનો અંકુશ છે તેની સાથે રહેશે. તેમના ધાર્મિક સ્વભાવ અને બંધારણમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. આ કાયદામાં, અયોધ્યાના કેસને કલમ 05 દ્વારા ખાલી રાખવામાં આવ્યો હતો, જેના કારણે સુપ્રીમ કોર્ટ તેના પર નિર્ણય લઈ શકે છે.


પૂજા સ્થળ કાયદા અંગે ગત સુનાવણીમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટ પાસે વધુ સમયની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે કેસના અલગ અલગ પહેલુઓને ઉજાગર કરતા એક વિસ્તૃત સોગંદનામું કેન્દ્ર તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવશે. કેન્દ્રના આગ્રહ પર 12 ડિસેમ્બર સુધી જવાબી સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ અપાયો. આ સાથે જ સોગંદનામાની કોપી તમામ પક્ષકારોને ઉપલબ્ધ કરાવવાની વાત કોર્ટે કરી હતી. કોર્ટે કહ્યું હતું કે કેસ પર આગામી સુનાવણી 9 જાન્યુઆરીએ થશે. 


કેમ સંકટ આવી પડ્યું જોશીમઠ પર? જાણો શું કહેવું છે વૈજ્ઞાનિકોનું


'22 રાજ્યોમાં કામ કરીએ છીએ, બધે BJPની સરકાર નથી', જાણો અદાણીએ PM મોદી વિશે શું કહ્યુ


સ્માર્ટફોન વાપરનારા સાવધાન...યુવક ફોન પર વાત કરતો હતો, અચાનક ફોન બોમ્બની જેમ ફાટ્યો


જબરદસ્તીથી ધર્મ પરિવર્તનનો મામલો
જબરદસ્તીથી ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદો બનાવવાની માંગણીવાળી અરજીઓને લઈને 5 ડિસેમ્બરના રોજ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીર માન્યો હતો. આ અગાઉ સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર પાસે એક વિસ્તૃત સોગંદનામું માંગ્યુ હતું. સોગંદનામામાં કેન્દ્રએ જવાબ આપ્યો હતો કે લાલચ, દગો અને દબાણના પગલે ધર્મ પરિવર્તન કરાવવું એ ગંભીર મામલો છે. કેન્દ્રએ કોર્ટના એક જૂના ચુકાદાનો હવાલો આપતા દલીલ આપી હતી કે ધર્મ માટે પ્રચાર કરવો વ્યક્તિનો મૌલિક અધિકાર છે પરંતુ જબરદસ્તીથી ધર્માંતરણ કરાવવું એ મૌલિક અધિકાર નથી. કેન્દ્ર તરફથી  કહેવાયું હતું કે આ કેસ પર જરૂરી પગલાં લેવામાં આવશે. 


ગુજરાત સરકારે દાખલ કરેલુ છે સોગંદનામું
જબરદસ્તીથી ધર્મ પરિવર્તન વિરુદ્ધ ગુજરાત સરકારે એક સોગંદનામું દાખલ કરેલું છે. જેમાં જબરદસ્તીથી ધર્માંતરણ પર રોક લગાવવાનું  સમર્થન કરાયું છે. ગત સુનાવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે આ મામલે રાજ્યો પાસેથી જાણકારી મળી રહી છે. ગુજરાતમાં તેના વિરુદ્ધ એક કડક કાયદો છે અને કેન્દ્ર એક અઠવાડિયામાં તમામ રાજ્યો પાસેથી જાણકારી ભેગી કરશે. અત્રે જણાવવાનું કે વકીલ અને ભાજપ નેતા અશ્વિની ઉપાધ્યાયે જબરદસ્તીથી ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદો બનાવવાની માંગણી કરતી અરજી દાખલ કરી છે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube