નવી દિલ્હી : અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટ શુક્રવારે મહત્વની સુનવણી હાથ ધરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ સંજય કિશન કૌલની પીઠ સવારે 11 વાગ્યાની આસપાસ આ મુદ્દે સુનવણી કરશે. માનવામાં આવી રહ્યું છે કે, આજે થનારી સુનવણીમાં સુપ્રીમ કોર્ટ નવી પીઠની રચના કરી શકે છે. સાથે જ ઝડપથી અને રોજીંદી સુનવણીની માંગ કરનારી અરજી અંગે પણ સુનવણી થઇ શકે છે. આ ઉપરાંત કોર્ટ એક નવી જનહિત અરજી અંગે પણ સુનવણી કરશે. આ જનહિત અરજી હરીનાથ રામ દ્વારા દાખલ કરવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજીમાં અયોધ્યા મુદ્દે સુનવણી એક નિશ્ચિત સમયસીમાની અંદર થાય તેવી માંગ કરવામાં આવી છે અને જો તે સમયસીમાની અંદર સુનવણી ન થાય તો કોર્ટ પોતાનાં આદેશમાં કારણ જણઆવે કે એક નિશ્ચિત સમયસિમાની અંદર સુનવણી સા માટે ન થઇ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત સુનવણીમાં સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સુનવણી જાન્યુઆરી મહિના સુધી ટાળી દીધી હતી. 

અગાઉ તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક  મિશ્રાની સાથે જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીર આ મુદ્દો સંભાળી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષોને સુપ્રીમ કોર્ટ તરપતી મોટો ઝટકો લાગ્યોહ તો. કોર્ટે 1994નાં ઇસ્માઇલ ફારુકીનાં ચુકાદા અંગે પુનર્વિચાર કરવા માટે સંવિધાન પીઠ મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો. મુસ્લિમ પક્ષોને નમાજ માટે મસ્જિદને ઇસ્લામનો જરૂરી હિસ્સો નહી હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રામ મંદિર માટે થનારા આંદોલન દરમિયાન 6 ડિસેમ્બર, 1992નાં રોજ અયોધ્યામાં બાબરી મસ્જીદને તોડી પાડવામાં આવી હતી. આ મુદ્દે ગુનાહિત કેસની સાથે દિવાની કેસ પણ ચલાવાયો હતો. ટાઇટલ વિવાદ સંબંધિક મુદ્દે વિવિધ કોર્ટમાં તે સમયથી પેન્ડિંગ છે. જે અંગે હજી સુધી ચુકાદો આવી શક્યો નથી.