નવી દિલ્હી :દિલ્હીના શાહીન બાગ (Shaheen Bagh) માં ચાલી રહેલા ધરણા પ્રદર્શનની વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રિમ કોર્ટ આજે વિસ્તૃત સુનવણી કરશે. વકીલ અને સામાજિક કાર્યકર્તા અમિત સહાની, બીજેપી નેતા નંદકિશોર ગર્ગ તેમજ અન્ય તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચ આજે આ અરજી પર સુનવણી કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા ગત શુક્રવારે શીર્ષ અદાલતે આ અરજી પર સુનવણી કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, અમે આ પરેશાનીથી પરિચિત છીએ, પણ આજે સુનવણી નહિ થાય. આ મામલાની સુનવણી સોમવારે થશે. હકીકતમાં, 8 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં મતદાનને પગલે સુનવણી ટાળી દેવાઈ હતી. સાથે જે કોર્ટે કહ્યું કે, જોઈએ છીએ કે આ સમસ્યાનું કેવી રીતે સમાધાન નીકળી શકે છે.


હકીકતમાં, વકીલ અમિત સહાની ઉપરાંત બીજેપી નેતા નંદકિશોર ગર્ગ તરફથી દાખલ અરજીમાં શાહીન બાગના બંધ પડેલા રસ્તાને ખોલવાની માંગ કરાઈ હતી. આ ઉપરાંત અરજી કરનારાઓએ માંગ કરી છે કે, આ સમગ્ર મામલામાં હિંસાને રોકવા માટે સુપ્રિમ કોર્ટના રિટાયર્ડ જજ કે હાઈકોર્ટના કોઈ હાલના જજ દ્વારા નજર રાખવામાં આવે. આ સાથે જ દિશા-નિર્દેશ જાહેર કરવાની માંગ કરાઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશભરના મહત્વના સમાચાર જોવા માટે કરો ક્લિક