નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra)માં ચાલી રહેલા રાજકીય ગતિરોધ પર દેશની સૌથી મોટી કોર્ટ આજે (26 નવેમ્બર)ના રોજ ચૂકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) દ્વારા મહારાષ્ટ્ર (Maharashtra)માં ભાજપ-અજિત પવાર (Ajit Pawar)ને સરકાર બનાવવા માટે આમંત્રણના મામલે પોતાનો આદેશ મંગળવારે સવારે 10:30 વાગે સોમવારે પેન્ડીંગ રાખ્યો હતો. આ પ્રકારે ભાજપ-અજિત પવારને એક દિવસની રાહત મળી ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર પર ચૂકાદો મંગળવારે સવારે 10:30 વાગે સંભળાવશે. કોર્ટમાં સરકાર દ્વારા સોલિસિટર તુષાર મહેતા રજૂ થયા. તેમણે કોર્ટને કહ્યું કે તે ભાજપને એનસીપી (NCP) દ્વારા આપવામાં આવેલો સમર્થન પત્ર લઇને આવ્યા છે. જેના આધાર પર રાજ્યપાલે નિર્ણય કર્યો.

288 સભ્ય સદનમાં ભાજપના 105 ધારાસભ્ય છે, તો બીની તરફ એનસીપીએ 54 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. ભાજપે દાવો કર્યો હતો કે અન્ય 11 અપક્ષ ધારાસભ્યોના સમર્થન બાદ તેમની પાસે 170 ધારાસભ્યો ધારાસભ્યોની સંખ્યા છે. આ સાથે જ તુષાર મહેતાએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના નિર્ણયની ન્યાયિક સમીક્ષા પર વાંધો વ્યક્ત કર્યો. તુષાર મહેતાએ આગળ કહ્યું કે ત્યારબાદ રાષ્ટ્રપાલે રાષ્ટ્રપતિને સૂચના આપી. જાણકારીનો હવાલો આપતાં તેમણે રાષ્ટ્રપતિ પાસે રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન દૂર કરવાનો અનુરોધ કર્યો હતો. 

'આદિત્ય ઠાકરેએ સોનિયા ગાંધીના નામ પર શપથ લીધા, આ બાળાસાહેબની શિવસેના નથી'


આ પહેલાં સોમવારે દેવેન્દ્ર ફડણવીસના વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરતાં કહ્યું કે અજિત પવારે કહ્યું કે અમારું સમર્થન તમારી સાથે છે. તે લોકો હોર્સ ટ્રેડિંગ કરી રહ્યા છે અને અમારી પર આરોપ લગાવી રહ્યા છે. ચૂંટણીમાં અમારી સાથી શિવસેનાએ ચૂંટણી પછી અમારો સાથે છોડી દીધો. પછી એનસીપી આવી અને અમારા સભ્યો 170 થઇ ગયા. રાજ્યપાલે અમને આમંત્રણ આપ્યું. અજિત પવાર અમારી સાથે છે. એક પવાર બીજી તરફ બેસ્યા છે. જેમના પારિવારીક ઝઘડા સાથે અમારે કંઇ લેવાદેવા નથી. આ કેસ યેદુરપ્પા કેસથી અલગ છે. કેસ પર વિસ્તૃત સુનાવણીની જરૂર છે, તેને ઉતાવળમાં પુરો ઉકેલી ન શકાય. 

શિવસેના, NCP અને કોંગ્રેસના 162 MLAએ કર્યું શક્તિ પ્રદર્શન, બળવો નહીં પોકારે તેના લીધા શપથ 

ગર્વનરના વકીલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે દેવેંદ્વ ફડણવીસનો પત્ર જેમાં લખવામાં આવ્યું છે. તેમની સાથે NCP ના MLA s ના સાથે 11 અપક્ષોનું સમર્થન છે. અજિત પવાર ધારાસભ્ય દળના નેતા છે. તેમણે પત્ર વાંચ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે મને તમામ એનસીપી ધારાસભ્યોનું સમર્થન છે. અમે નક્કી કર્યું છે કે ફડણવીસને સમર્થન આપીશું. પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ શાસન વધુ ન ચાલવું જોઇએ, એટલા માટે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવે.

Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube