સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય પીઠે આજે બંધારણની કલમ 370ની જોગવાઈઓને હટાવવાના કેન્દ્રના 5 ઓગસ્ટ 2019ના નિર્ણયની પડકારતી અરજીઓ પર ત્રણ અલગ અલગ ચુકાદા આપ્યા. કોર્ટે કલમ 370ને હટાવવાની પ્રક્રિયાને યોગ્ય ઠેરવી છે. સોમવારે ચુકાદો આપતા કોર્ટે સ્વીકાર્યું કે કલમ 370 એક અસ્થાયી જોગવાઈ હતી. એટલે કે કામચલાઉ વ્યવસ્થા હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણ સભાની ભલામણો રાષ્ટ્રપતિ પર બાધ્ય નહતી. કલમ 370નું અસ્તિત્વ સમાપ્ત થવાનું નોટિફિકેશન બહાર પાડવાની રાષ્ટ્રપતિની શક્તિ જમ્મુ અને કાશ્મીર બંધારણ સભાના ભંગ થયા બાદ પણ જળવાઈ રહે છે. ચુકાદામાં કહ્યું કે આ કોર્ટ રાષ્ટ્રપતિના નિર્ણય પર અપીલ પર વિચાર ન કરી શકે કે કલમ 370 હેઠળ વિશેષ પરિસ્થિતિઓ અસ્તિત્વમાં છે કે નહીં. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube