દિલ્હીના બોસ કોણ? આખરે સુપ્રીમ કોર્ટે આપી દીધો ચુકાદો.. જાણો 10 મહત્વની વાતો
દિલ્હીની સ્થિતિ અન્ય કેન્દ્રશાસિત રાજ્યો અને પૂર્ણ રાજ્યો કરતા અલગ છે, આથી બધા સાથે મળીને કામ કરે.
નવી દિલ્હી: દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અધિકારોના મામલામાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ બંધારણીય પેનલનો ચુકાદો સંભળાવતા કહ્યું કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં. 5 જજોની પેનલમાંથી 3 જજોએ આ અંગે સ્વીકૃતિ આપી છે. જજે કહ્યું કે શક્તિઓ એક જગ્યા પર કેન્દ્રીત થઈને રહી શકે નહીં. દેશમાં લોકતાંત્રિક મૂલ્ય જ સૌથી મોટું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઉપરાજ્યપાલ દિલ્હીમાં ફેસલા લેવા માટે સ્વતંત્ર નથી. એલજીએ કેબિનેટની સલાહ મુજબ કામ કરવુમં પડશે. આ ચુકાદા બાદ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી છે.
દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં, SCના 5માંથી 3 જજોનો ફેસલો
જાણો સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાની મુખ્ય વાતો...
1. દિલ્હીની સ્થિતિ અન્ય કેન્દ્રશાસિત રાજ્યો અને પૂર્ણ રાજ્યો કરતા અલગ છે, આથી બધા સાથે મળીને કામ કરે.
2. ઉપરાજ્યપાલ પાસે સ્વતંત્ર અધિકાર નથી, આથી તેમણે દિલ્હી કેબિનેટની સલાહથી કામ કરવું જોઈએ.
3. કોર્ટે કહ્યું કે જનતા દ્વારા ચૂંટાયેલી સરકાર જ કામની જવાબદારી માટે જવાબદાર ગણાય.
4. ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રી બંનેમાં અધિકારોનું સંતુલન જરૂરી છે. બંનેએ તાલમેળથી કામ કરવું જોઈએ.
5. બંધારણનું સન્માન કરવું એ દરેકની જવાબદારી છે. આપણે તેનાથી અલગ નથી. ઉપરાજ્યપાલ પ્રશાસનિક પ્રમુખ છે, પરંતુ કેબિનેટના દરેક ફેસલાને તેઓ રોકી શકે નહીં.
6. સંઘના માળખામાં રાજ્યોને પણ સ્વતંત્રતા છે. કેન્દ્ર અને રાજ્યોએ મળીને કામ કરવું જોઈએ.
7. કેબિનેટના ફેસલાને લટકાવી રાખવા યોગ્ય નથી, જો કોઈ વિવાદ થાય તો રાષ્ટ્રપતિ પાસે જવું જરૂરી છે.
8. જમીન, પોલીસ અને લો તથા ઓર્ડર સિવાય, કે જે કેન્દ્ર સરકારના એક્સક્લુઝિવ અધિકાર છે, દિલ્હી સરકારને અન્ય મામલાઓમાં કાયદો બનાવવા અને પ્રશાસન કરવાની મંજૂરી મળવી જોઈએ.
9. દિલ્હી વિધાનસભા જે પણ ફેસલો લે તેના પર ઉપરાજ્યપાલની સહમતિ જરૂર નથી.
10. આપણી સંસદીય પ્રણાલી છે, કેબિનેટ સંસદ પ્રતિ જવાબદાર છે. સંઘીય માળમાં રાજ્યોને પણ સ્વતંત્રતા છે. કેન્દ્ર અને રાજ્યોએ મળીને કામ કરવું જોઈએ.