EWS Reservation Verdict: SC નો ઐતિહાસિક ચુકાદો, EWS અનામત પર સુપ્રીમ કોર્ટની મહોર
EWS Reservation Verdict: સુપ્રીમ કોર્ટ સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામતની જોગવાઈ (EWS અનામત) ને પડકારનારી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો.
EWS Reservation Verdict: સુપ્રીમ કોર્ટ સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામતની જોગવાઈ (EWS અનામત) ને પડકારનારી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો. 5 જજોની બેંચમાંથી 3 જજ આ અનામતના સમર્થનમાં એક મત હતા. જ્યારે CJI એ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે SC/ST/OBC સમુદાયને આર્થિક આધાર પર અનામતમાંથી બહાર રાખવા એ ભેદભાવપૂર્ણ છે. આમ તેમણે આ મામલે જસ્ટિસ ભટ્ટનું સમર્થન કર્યું. આથી આ ચુકાદો 3:2 થી આવ્યો કહી શકાશે.
5 જજની બેન્ચે 3:2 થી આપ્યો ચુકાદો
આ કેસમાં ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જે બી પારડીવાલાની બેન્ચે ચુકાદો આપ્યો. જસ્ટિસ માહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ અનામતનું સમર્થન કર્યું છે. જ્યારે ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટ તેના વિરુદ્ધમાં છે. વાત જાણે એમ છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે સામાન્ય વર્ગના લોકોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવા માટે બંધારણમાં 103મું સંશોધન કર્યું હતું. પરંતુ તેના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં 40થી વધુ અરજીઓ દાખલ થઈ હતી.
કયા જજે શું કહ્યું તે ખાસ જાણો...
જસ્ટિસ દિનેશ માહેશ્વરી:
જસ્ટિસ દિનેશ મહેશ્વરીએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે સવાલ મોટો હતો કે શું EWS અનામત બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે? શું તેનાથી SC /ST/ ObC ને બહાર રાખવા એ મૂળ ભાવના વિરુદ્ધ છે? તેમણે કહ્યું કે EWS કોટા બંધારણનો ભંગ કરતું નથી. EWS અનામત યોગ્ય છે. તે બંધારણની કોઈ જોગવાઈનો ભંગ કરતું નથી. તે ભારતના બંધારણના પાયાના માળખાનો ભંગ કરતું નથી.
જસ્ટિસ બેલા ત્રિવેદી:
જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે મે જસ્ટિસ દિનેશ મહેશ્વરીના અભિપ્રાય પર સહમતિ જતાવી છે. એટલે કે તેઓ પણ EWS અનામતને મૂળ અધિકારનું હનન ગણતા નથી. બેલા ત્રિવેદીએ કહ્યું કે EWS કેટેગરી વ્યાજબી કેટેગરી છે. આર્થિક રીતે વંચિત તબક્કાને આગળ લઈ જવો એ સરકારની જવાબદારી છે. જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે 103માં બંધારણ સંશોધનની બંધારણીય માન્યતાને યથાવત રાખુ છું. તેમાં SC/ST/OBC કેટેગરીને બહાર રાખવી એ ભેદભાવપૂર્ણ કહી શકાય નહીં.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube