લખનઉ: મુખ્તાર અંસારી મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે.  કોર્ટે યોગી સરકારના પક્ષમાં પોતાનો ચુકાદો આપતા માફિયા મુખ્તાર અ્સારીને યુપી પોલીસને સોંપી દેવાના નિર્દેશ આપ્યા છે. આ માટે બે અઠવાડિયાનો સમય પણ અપાયો છે. કોર્ટે અંસારીની ટ્રાન્સફર અરજીને ફગાવી દીધી. કોર્ટ પંજાબ સરકારની દલીલથી સંતુષ્ટ નહતી. પંજાબ સરકારને કોર્ટના આ નિર્ણયથી મોટો ફટકો પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે કહ્યું કે બે અઠવાડિયાની અંદર મુખ્તારને યુપી શિફ્ટ કરવામાં આવે. આ સાથે જ કોર્ટે કહ્યું કે વિશેષ કોર્ટ નક્કી કરશે કે અંસારીને અલાહાબાદ કે બાંદાની કઈ જેલમાં શિફ્ટ કરાય. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે મુખ્તાર અંસારીને પંજાબની રોપડ  જેલથી યુપીની બાંદા કે અલાહાબાદ જેલમાં શિફ્ટ કરાશે. 


અત્રે જણાવવાનું કે ગત અનેક વર્ષથી મુખ્તાર અંસારીને ઉત્તર પ્રદેશની જેલમાં શિફ્ટ કરવા માટે કવાયત ચાલતી હતી. પરંતુ પંજાબનું રોપડ જેલ પ્રશાસન વારંવાર તેમાં અડિંગો જમાવતું હતું. જેલ પ્રશાસન મુખ્તારની ખરાબ હેલ્થનો વારંવાર હવાલો આપતું રહ્યું. આ મામલે યુપી સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ હતી અને મુખ્તારે કહ્યું કે તેને યુપીમાં જીવનું જોખમ છે. 


પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં રજુ કરી હતી આ દલીલ
પંજાબ સરકારના વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે યુપી સરકારની માગણી બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધ છે. જો તેને માનવામાં આવી તો ભવિષ્યમાં આવા કેસોનું પૂર આવી જશે. તેમણે કોર્ટને યુપી સરકારની અરજી ફગાવવાની માગણી કરતા કહ્યું કે આ અરજી બંધારણની કલમ 32 હેઠળ પણ મેન્ટેનેબલ નથી. મુખ્તાર અંસારીને લઈને યુપી સરકારે જે આધાર પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી તે માગણી ન્યાયપાલિકાના સિદ્ધાંતોનો ભંગ કરે છે. 


દુષ્યંત દવેએ કહ્યું હતું કે મુખ્તાર અંસારીને લઈને જે વાતો પંજાબ સરકાર વિશે યુપી સરકારે કહી છે તે નિરાધાર છે. મુખ્તાર અંસારી પંજાબ સરકાર માટે પણ અપરાધી છે પરંતુ યુપી સરકાર આ મામલે પંજાબ સરકારને ઘેરામાં લાવી રહી છે. વિશેષજ્ઞ ડોક્ટરનો જે પણ રિપોર્ટ છે અમે તેના આધારે આ વાત કરી છે. યુપી સરકારના તમામ આરોપ નિરાધાર છે.  


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube