Demonetisation Verdict: નોટબંધી પર સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો ચુકાદો સંભળાવતા કેન્દ્ર સરકારે 2016માં 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાનો જે નિર્ણય લીધો હતો તેને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે મોદી સરકારની નોટબંધીને પડકારતી 58 જેટલી અરજીઓ પર સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોટબંધીની પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી - SC
સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોટબંધી પહેલા કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે નોટબંધીનો નિર્ણય લેતી વખતે અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી. તેથી તે અધિસૂચના રદ કરવાની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના નિર્ણયને માન્ય રાખ્યો. સુપ્રીમ કોર્ટે 2016માં રૂ. 500 અને રૂ. 1000ની નોટોને બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે.


આરબીઆઈ ભારતીય અર્થવ્યવસ્થાની દીવાલ છે- જસ્ટિસ બીવી નાગરત્ન
જસ્ટિસ બીવી નાગરત્ને કહ્યું કે હું સાથી ન્યાયાધીશો સાથે સહમત છું પરંતુ મારી દલીલો અલગ છે. મેં તમામ 6 પ્રશ્નોના જુદા જુદા જવાબો આપ્યા છે. મેં આરબીઆઈના મહત્વ અને તેના કાયદા અને દેશની આર્થિક નીતિઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંક ભારતીય અર્થતંત્રની દિવાલ છે. મેં સમગ્ર વિશ્વમાં આ પ્રકારની નોટબંધીની કવાયતનો ઈતિહાસ ટાંક્યો છે. તેમણે કહ્યું કે આપણે આર્થિક કે નાણાકીય નિર્ણયોના ગુણ-દોષ શોધવાની જરૂર નથી.


અત્રે જણાવવાનું કે 8 નવેમ્બરનો દિવસ દેશના અર્થતંત્રના ઈતિહાસમાં એક ખાસ દિવસ તરીકે નોંધાયેલો છે. વર્ષ 2016માં આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાબર 8 વાગ્યે નોટબંધીની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ 1000 અને 500 રૂપિયાની નોટો બંધ કરી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચ આજે 8 નવેમ્બર, 2016ના રોજ થયેલી નોટબંધીને પડકારતી 58 અરજીઓ પર ચુકાદો સંભળાવ્યો. આ અરજીઓમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે નોટબંધી માટે જરૂરી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું અને મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ 7 ડિસેમ્બરે કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેંકને 2016માં રૂ. 1,000 અને રૂ. 500ની નોટોને બંધ કરવાના સરકારના નિર્ણય સાથે સંબંધિત રેકોર્ડ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. 


મોદી કેબિનેટમાં ફેરબદલીની અટકળો વચ્ચે ગુજરાતમાં અજંપાભરી સ્થિતિ!, કદ વધશે કે પછી...


શું છે સમ્મેદ શિખરજી વિવાદ, ઝારખંડ સરકારના નિર્ણય પર કેમ થયો હોબાળો? જૈન સમાજમાં રોષ


Video: શોપિંગ દરમિયાન વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક..બાજુમાં ઉભેલા વ્યક્તિએ બચાવ્યો જીવ


અરજીકર્તાઓએ કોર્ટને નિયમો ઘડવાની પણ માંગ કરી હતી. જેથી આવા નિર્ણયોનું ભવિષ્યમાં ફરી પુનરાવર્તન ન થઈ શકે. આ અગાઉ બેન્ચે કેન્દ્રના 2016ના નિર્ણયને પડકારતી અરજીઓ પર ગત સુનાવણી દરમિયાન પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.


નોટબંધી દરમિયાન દેશમાં અશાંતિનો માહોલ હતો
પીએમ મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ અચાનક રાત્રે 8 વાગ્યે નોટબંધીના નિર્ણયની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. ઘણા દિવસો સુધી લોકો સવારથી રાત સુધી એટીએમ અને બેંકોની લાઈનમાં ઉભા રહ્યા હતા. નોટબંધીના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.


જુઓ વીડિયો...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube