નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે કર્ણાટકના નવા મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને કોંગ્રેસના નેતા ડી કે શિવકુમાર વિરુદ્ધ 9 વર્ષ જૂના ભ્રષ્ટાચાર કેસને ફરીથી ખોલવાની માગણીવાળી અરજી પર સુનાવણીની મંજૂરી આપી દીધી. ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી પેનલે કહ્યું કે તેઓ એનજીઓ સમાજ પરિવર્તન સમુદાયની લોક્સ સ્ટેન્ડી (કોર્ટમાં જવાનો અધિકાર) પર નિર્ણય આપશે. એનજીઓ આ મામલે હસ્તક્ષેપ કરી રહી છે અને ઈચ્છે છે કે થોડા વર્ષ પહેલા બંધ થઈ ચૂકેલા કેસ ફરીથી ખોલવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનજીઓનું પ્રતિનિધિત્વ કરતા વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટને કહ્યું કે યેદિયુરપ્પા કર્ણાટકના મુખ્યમંત્રી બને તેવી શક્યતા છે. યેદિયુરપ્પાએ સાંજે મુખ્યમંત્રી પદના શપથ લીધા જો કે તેમની સામે બહુમત સાબિત કરવાની અગ્નિ પરીક્ષા હજુ બાકી છે. પેનલે  કહ્યું કે તેઓ કોઈ નામ કે કોઈ વ્યક્તિથી પ્રભાવિત નથી અને કોર્ટ આ મામલે બે અઠવાડિયા બાદ સુનાવણી હાથ ધરશે. 


યેદિયુરપ્પા તરફથી હાજર રહેલા વકીલ મુકુલ રોહતોગીએ કહ્યું કે એનજીઓ બિનજરૂરી રીતે ભ્રષ્ટાચારના મામલાને ખોલવાની કોશિશ કરી રહી છે. આ મામલાને કર્ણાટક હાઈ કોર્ટે ડિસેમ્બર 2015માં રદ કર્યો હતો. આ મામલો કર્ણાટક (રિસ્ટ્રિક્શન ઓફ ટ્રાન્સફર) ઓફ લેન્ડ એક્ટના 4.20 એકર જમીનના નોટિફિકેશનને રદ  કરવા સંલગ્ન છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...