નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર અનુચ્છેદ 35એની માન્યતાને પડકાર ફેંકનાર અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે સોમવારે સુનાવણી થઇ શકે છે. જમ્મૂ-કાશ્મીરના નાગરિકોને સ્થાઇ નિવાસીની પરિભાષા આપનાર સંવિધાનના અનુચ્છેદ 35એના મામલે થનારી સુનાવણીના વિરોધમાં અલગાવવાદીઓએ બે દિવસના કાશ્મીર બંધનું આહવાન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુનાવણી ટાળવા અરજી દાખલ કરી
જોકે એમપણ માનવામાં આવી રહ્યું છે કે સોમવારે સુપ્રીમ કોર્ટમાં યોજાનારી આ સુનાવણી ટળી પણ શકે છે. કારણ કે જમ્મૂ-કાશ્મીર સરકારે સુનાવણી ટાળવાની માંગને લઇને અરજી દાખલ કરી છે. રાજ્ય સરકારે સુનાવણી ટાળવા પાછળ પ્રદેશમાં યોજાનારી પંચાયત અને સ્થાનિક ચૂંટણીનો હવાલો આપ્યો છે. જોકે સીજેઆઇ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની પીઠમાં સોમવાર માટે મામલો સૂચિબદ્ધ છે. પરંતુ રાજ્ય સરકારની માંગ પર સોમવારે સુપ્રીમ કોર્ટ સુનાવણી ટાળી શકે છે. 


આપી ઘણી દલીલો
જોકે આ અનુચ્છેદને ભેદભાવ અને સમાનતાના અધિકારનું હનન કરવાના આધાર પર સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે અરજી દાખલ કરી અનુચ્છેદ 35એને પડકાર આપતાં કહેવામાં આવ્યું હતું કે આ રાજ્ય અને રાજ્યની બહારના નિવાસીઓમાં ભેદભાદ કરે છે. જમ્મૂ-કાશ્મીરની છોકરીઓ અને છોકરાઓમાં ભેદભાવ કરે છે. જમ્મૂ-કાશ્મીરની છોકરીઓ જો બીજા રાજ્યના પુરૂષ સાથે લગ્ન કરે છે તો તેના બાળકોના પૈતૃક સંપત્તિમાં હક રહેતો નથી જ્યારે રાજ્યના છોકરા જો બહારની છોકરી સાથે લગ્ન કરે છે તો તેમના બાળકોનો હક ખતમ થતો નથી. 


અનુચ્છેદ 35એ ને ફેંક્યો પડકાર
અનુચ્છેદ 35એની સંવૈધાનિક માન્યતાને અરજીઓ દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો છે. એનજીઓ 'વી ધ સિટીઝન'ના મુખ્ય અરજી 2014માં દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ અનુચ્છેદના લીધે જમ્મૂ-કાશ્મીરના બહારના ભારતીય નાગરિકોને રાજ્યમાં સંપત્તિ ખરીદવાનો અધિકાર નથી. તો કોર્ટમાં દાખલ અરજી પર અલગાવવાદી નેતાઓએ એક સુરમાં કહ્યું હતું કે જો કોર્ટ રાજ્યના લોકોના હિતોની વિરૂદ્ધ ફેંસલો આપે છે, તો જનતા આંદોલન માટે તૈયાર થઇ જાય. 


શું આર્ટિકલ 35એ 
આ કાયદો 14 મે 1954ના રોજ રાષ્ટ્રપતિ રાજેંદ્ર પ્રસાદ દ્વારા લાગૂ કરવામાં આવ્યો હતો. આર્ટિકલ 35એ જમ્મૂ અને કાશ્મીરના સંવિધાનમાં સામેલ છે, જેના અનુસાર રાજ્યમાં રહેતા નાગરિકોને ઘણા વિશેષાધિકાર આપવામાં આવ્યા છે. સાથે જ રાજ્ય સરકારની પાસે પણ આ અધિઅકર છે કે આઝાદીના સમયે કોઇપણ શરણાર્થીને તે રાજ્યમાં સગવડો આપે કે નહી. આર્ટિકલના અનુસાર રાજ્યમાંથી બહાર થનાર લોકો ત્યાં જમીન ન ખરીદી શકે. ન તો હંમેશા માટે વસવાટ કરી શકે છે. એટલું જ નહી બહારના લોકો રાજ્ય સરકારની સ્કીમોનો લાભ ઉઠાવી ન શકે અને ના તો સરકાર માટે નોકરી કરી શકે છે. કાશ્મીરમાં રહેતી છોકરી જો કોઇ બહારના વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો તેનાથી રાજ્ય દ્વારા મળનાર અધિકાર છિનવી લેવામાં આવે છે. એટલું જ નહી તેના બાળકો પણ હકની લડાઇ ન લડી શકે.