નવી દિલ્હીઃ છત્તીસગઢમાંથી આંતર્ગજ્ઞાતિય લગ્નનો એક કેસ સુપ્રીમમાં પહોંચ્યો છે. ગયા વર્ષે આ કેસમાં સુપ્રીમ કોર્ટે યુવતી સાથે મુલાકાત કરી હતી અને તેણે મુસ્લિમ વ્યક્તિના બદલે પોતાના માતા-પિતાને પસંદ કર્યા હતા. આ મુસ્લિમ વ્યક્તિએ છત્તીસગઢમાં આ છોકરી સાથે લગ્ન કરવા માટે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે સ્વિકાર્યું કે, આંતરજ્ઞાતિય વિવાહ લગ્નના વિરુદ્ધ નથી. તેમણે કહ્યું કે, ઉચ્ચ જાતિ અને નીચલી જાતિ વચ્ચેનો વિવાદ 'સમાજવાદ' માટે સારો છે. ન્યાયાધિશોએ જણાવ્યું કે, માત્ર છોકરીઓના હિતોની સુરક્ષા માટે આવા કેસને જોશે. 


જોકે, આ વર્ષની શરૂઆતમાં યુવતીએ છત્તીસગઢ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, હવે તે પોતાના પતિ સાથે રહવા માગે છે. ત્યાર પછી યુવતીના પિતાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે અને આ લગ્ન માત્ર દેખાડો અને રેકેટનો ભાગ હોવાનું જણાવ્યું છે. 


સુપ્રીમ કોર્ટે આ મુસ્લિમ યુવકને કહ્યું ખે કે, તે એક નિષ્ઠાવાના પતિ બને, નહિં કે એક મહાન પ્રેમી. તમે આર્ય સમાજ મંદિરમાં પોતાનાં લગ્ન માટે નામ પણ બદલ્યું છે? શું નામ બદલવા માટે તમે કાયદેસરનાં પગલાં લીધાં છે? 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....