નવી દિલ્હીઃ બઢતીમાં અનામતના લાભ બાબતે સુપ્રીમ કોર્ટ બુધવારે પોતાનો ચૂકાદો આપશે કે જૂના કેસ એમ. નાગરાજ જજમેન્ટ પર ફરીથી પુનર્વિચાર કરવાની જરૂર છે કે નહીં. આ કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, એસસી/એટી સરકારી કર્મચારી પ્રમોશનમાં અનામતના પોતે હકદાર હશે. સાથે જ કેન્દ્ર સરકારે જણાવ્યું કે, એમ. નાગરાજ નામના જૂના કેસના ચૂકાદા પર ફરીથી પુનર્વિચાર કરવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રએ જણાવ્યું કે, પછાતપણાને નક્કી કરવા માટે ડાટાના સંગ્રહ ન હોય તો વ્યવહારિક છે અને ન હોય તો તેની જરૂર છે. એક સમુદાયને બિલ પસાર થયા પછી તરત જ એસસી કેટેગરીની યાદીમાં સામેલ કરી દેવાયો હતો. એ જ રીતે, સંસદના સંતુષ્ટ થયા બાદ એક સમુદાયને અનુસુચિત જનજાતિમાં સામેલ કરાયો હતો, કેમ કે સમુદાયના સબ્યો પાસે ભૌગોલિક પછાતપણાની સાથે-સાથે એક વિશેષ સંસ્કૃતિની સાથે પ્રાચીન લક્ષણ હતા. લોકો સાથેના સંપર્કમાં તેમને શરમ આવતી હતી અને આથી જ તેઓ સદીઓથી પછાત છે. 


કેન્દ્રએ વધુમાં જણાવ્યું કે, 'જ્યારે કોઈ સમુદાય પછાતપણાના આધારે એસસી કે એસટી કેટેગરીમાં સામેલ કરાય છે તો પછાતપણામાં સામાજિક અને આર્થિક બાબત પણ આવી જાય છે.' સુપ્રીમને કેન્દ્રએ જણાવ્યું કે, 2006ના નાગરાજ કેસના ચૂકાદાને કારણે એસસી/એસટી માટે બઢતીમાં અનામત અટકી ગઈ છે. 


ત્રણ તલાકના વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર, કેરળ સુન્ની મુસ્લિમ સંસ્થાએ પડકાર્યો


એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે સુપ્રીમમાં કેન્દ્ર તરફથી દલીલ રજૂ કરતા જણાવાયું કે, બઢતીમાં અનામત આપવી એ સાચું છે કે ખોટું તેના પર ટિપ્પણી કરવા માગતા નથી, પરંતુ આ વર્ગ 1000 કરતાં પણ વધુ વર્ષોથી પછાતપણાનો સામનો કરી રહ્યો છે. નાગરાજ કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણિય બેન્ચ દ્વારા સમીક્ષાની જરૂર છે. 


એટોર્ની જરનલે વધુમાં જણાવ્યું કે, એસસી/એસટી સમુદાય પહેલાથી જ પછાત છે અને આથી બઢતીમાં અનામત આપવા માટે અલગથી કોઈ ડાટાની જરૂર રહેતી નથી. એક વખત તેમને જ્યારે એસસી/એસટી આધારે નોકરી મળી ચુકી છે તો પછી બઢતીમાં અનામતના લાભ માટે ફરીથી ડાટાની ક્યાં જરૂર રહે છે? 


સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, 2006ના નાગરાજ ચૂકાદા મુજબ સરકાર એસસી/એસટીમાં બઢતીમાં અનામતનો લાભ ત્યારે જ આપી શકે છે જ્યારે ડાટાના આધારે એ નક્કી થાય કે તેમનું પ્રતિનિધિત્વ ઓછું છે અને તે વહીવટી મજબૂતી માટે જરૂરી છે.