નવી દિલ્હી.મહેશ ગુપ્તાઃ દિલ્હી સરકાર અને ઉપ રાજ્યપાલ વચ્ચે અધિકારોની લડાઈ હજુ પણ ચાલુ જ છે. જેના અંગે સુપ્રીમ કોર્ટ મંગળવારે વધુ સનાવણી હાથ ધરવાની છે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટેમાં દિલ્હી સરકારે અરજી દાખલ કરીને દિલ્હીમાં અધિકારીઓની બદલીના અધિકાર કેન્દ્ર સરકારના બદલે દિલ્હી સરકાર પાસે હોવાની માગણી કરી હતી. આ સાથે જ દાખલ કરેલી એક અન્ય અરજીમાં દિલ્હી એન્ટી કરપ્શન બ્રાન્ચના અધિકાર ક્ષેત્રનો દાયરો વધારીને તેમાં કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલી બાબતોમાં પણ કાર્યવારી કરવાના અધિકારની માગ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અરજીઓ પર એટલે કે અધિકારોની લડાઈ અંગે દિલ્હી સરકાર વિ. ઉપ રાજ્યપાલ કેસમાં પણ સુપ્રીમમાં મહત્ત્વની સુનાવણી હાથ ધરાવાની છે. આ તમામ અરજીઓ દિલ્હી હાઈકોર્ટના ચૂકાદા સામે દાખલ કરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે દિલ્હી સરકારની આ માગણીઓ ફગાવી દઈને કેન્દ્ર સરકારની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. 


હકીકતમાં તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટનાં પાંચ ન્યાયાધિશની બંધારણિય બેન્ચે અનુચ્છેદ-239AA પર એક વ્યાખ્યા કરી છે. જોકે, દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેના અધિકારીઓ અંગે અનેક અન્ય મુદ્દા સુપ્રીમ કોર્ટ સામે આવ્યા હતા, જેના પર હજુ સુનાવણી કરવાની બાકી રહી ગઈ હતી. 


આ છે વિવાદ 
- કેન્દ્ર સરકારનું 21મે, 2015નું જાહેરનામું 
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 21 મે, 2015ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેના અંતર્ગત લેફ્ટનન્ટ કર્નલના જ્યુરિડિક્શન અંતર્ગત સરકારી સેવાઓ, જાહેર આદેશ અને પોલીસ તથા જમીન સંબંધિત બાબતોને રાખવામાં આવી હતી. જેમાં બ્યુરોક્રેટ સર્વિસ સંબંધિત તમામ બાબતોનો પણ સમાવેશ કરાયો હતો. 


કેન્દ્ર સરકારનું 23 જુલાઈ, 2014નું જાહેરનામું 
કેન્દ્ર સરકાર દ્વારા 23 જુલાઈ, 2014નાં રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામાને પણ પડકાર આપવામાં આવ્યો છે. આ જાહેરનામા અંતર્ગત દિલ્હી સરકારની વહિવટી સત્તાઓને મર્યાદિત કરવામાં આવી છે અને દિલ્હી સરકારની એન્ટી કરપ્શન શાખાના અધિકાર ક્ષેત્રને પણ દિલ્હી સરકારનાં અધિકારીઓ પુરતો જ મર્યાદિત રાખવામાં આવ્યો હતો. આ તપાસના દાયરામાંથી કેન્દ્ર સરકારના અધિકારીઓને બાકાત રાખવામાં આવ્યા હતા.