`આ સરકારે 9 વર્ષમાં 9 રાજ્યોની સરકાર પાડી દીધી`, કેન્દ્ર પર સુપ્રિયા સુલેનો પ્રહાર
એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યાં છે. સુપ્રિયા સુલેએ ઉત્તરાખંડ, અરૂણાચલ પ્રદેશ, પુડુચેરી અને મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ સરકારે નવ વર્ષમાં નવ સરકાર પાડી છે.
નવી દિલ્હીઃ લોકસભામાં મંગળવારે મણિપુરના મુદ્દા પર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મહારાષ્ટ્રના બારામતીથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના સાંસદ સુપ્રિયા સુલેએ સરકાર પર જોરદાર પ્રહારો કર્યાં હતા. તેમણે 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપના નારા યાદ અપાવ્યા અને મણિપુરમાં મહિલાઓ સાથે થયેલી ઘટનાને લઈને કેન્દ્ર સરકારને ઘેરી હતી.
સુપ્રિયા સુલેએ મણિપુરની ઘટનાને લઈને કહ્યું કે, તેના અને આપણા વચ્ચેની વાત નથી. આ મહિલાઓની ડિગ્નિટીની વાત છે. તેમણે કહ્યું કે, તે કોઈની બહેન, કોઈની દીકરી, કોઈની પત્ની છે. તેની ઈજ્જત પર હુમલો થશે અને સરકાર ચુપ રહેશે? તેના પર ટ્રેઝરી બેંચ તરફથી રાજસ્થાનમાં મહિલાઓ સાથે થયેલી ઘટનાને લઈને કોઈ સભ્યએ કંઈ કહ્યું, જવાબમાં સુપ્રિયા સુલેએ કહ્યું કે રાજસ્થાન હોય કે મહારાષ્ટ્રમાં, તે દેશની દીકરી છે.
અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન BJP એ સોનિયા ગાંધી પર સાંધ્યુ નિશાન
આ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ મણિપુરની હિંસાને લઈને પ્રધાનમંત્રી મોદી પર હુમલો કરતા કહ્યું કે, તેમણે મૌન ધારણ કર્યું છે. તેમણે ગૃહમંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને પણ ફેલ ગણાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube