નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના (RSS) મહાસચિવ સુરેશ ભૈયાજી જોશીનું કહેવું છેકે, હિંદુ સમુદાયનો અર્થ ભારતીય જનતા પાર્ટી (BJP) નથી. જ્યારે ભાજપનાં વિરોધ કરવો તે હિંદુઓનો વિરોધ કરવો તેવું પણ નથી. તેમણે કહ્યું કે, રાજનીતિક લડાઇ ચાલુ રહેશે પરંતુ તેને હિંદુઓ સાથે ન જોડવામાં આવવા જોઇએ. જોશી અહીં પણજીની નજીક બંન્ને પાવલામાં વિશ્વગુરૂ ભારત, આરએસએસ દ્રષ્ટિકોણ વિષય અંગે પોતાનું વ્યાખ્યાન આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે, જે પણ (ભારતમાં) કામ કરવા માંગે છે, તેને હિંદુઓ સાથે અને તેનાં કલ્યાણ માટે કામ કરવું જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં અહીં ચાલી રહ્યું છે વિન્ટેજ કારનું પ્રદર્શન, ફરી ક્યારે નહી આવી તક !
પ્રાચીન સમયમાં હિંદુઓએ ભારતનાં ઉત્થાન અને પતનને જોયું છે. ભારતને હિંદુ (સમુહ)થી અલગ કરીને જોઇ શકાય નહી. હિંદુ હંમેશાથી દેશનું કેન્દ્ર રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) માટે ભારત માટે સંઘના વિચાર બુદ્ધિજીવીઓ સાથે સંવાદ અને વ્યાખ્યાન કાર્યક્રમમાં ગોવા અને દમણનાં આર્ચબિશપ રીવ ફિલિપ નેરી ફેરારોને પણ આમંત્રીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પણજીનાં બંન્ને પાવલામાં આયોજીત કરવામાં આવ્યો હતો. જોશીએ કહ્યું કે, ભારતનો અંત ક્યારે પણ નહી થાય. આ એકમાત્ર એવો દેશ છે, જેણે આટલું દનમ જોયું છે. ત્યાર બાદ પણ આ હંમેશા આગળ જ વધ્યો. ભારત અનંત સુધી રહેશે. તેનો અર્થ છે કે હિંદુ સમાજનો અંત ક્યારે પણ શક્ય નથી. ઉપરાંત હિન્દુસ્તાનની કલ્પના હિંદુ વગર પણ શક્ય નથી તે પણ એટલું જ વાસ્તવિક છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube