ચંડીગઢ : રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવર યાત્રાનો ભાજપ દ્વારા ઉપહાસ ઉડાવવાના સવાલ અંગે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, જે કોઇની પણ તીર્થયાત્રા અટકાવશે તો તેને પાપ અને શાપ લાગશે. રાફેલ સોદા મુદ્દે ભાજપની વિરુદ્ધ હૂમલા વધારતા શનિવારે કોંગ્રેસે કેન્દ્ર સરકારને પુછ્યું કે લડાયક વિમાનનું મુલ્ય કઇ રીતે વધી ગયું જ્યારે તેના માટે કરવામાં આવ્યું. ભારત - વિશિષ્ટ ઉન્નયન તે જ છે જે યુપીએ શાસનકાળ દરમિયાન નિશ્ચિત થયું હતું તો પછી તેનાં ખર્ચમાં કઇ રીતે વધારો થયો. કોંગ્રેસ નેતાએ એનડીએ સરકાર પર રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજુતી કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, કઇ રીતે ભાજપ નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે કથિત રીતે ટેક્નોલોજી હસ્તાંતરણને કઇ રીતે છોડી દીધું અને રાફેલ સોદા હેઠળ વિમાનોની સંખ્યા 126થી ઘટાડીને 36 કરી દીધી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરજેવાલે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે વડાપ્રધાન મોદી અને સીતારમણે સંસદ ની અંદર અને બહાર જે ભારત વિશિષ્ટ ટેક્નોલોજીનો ઉલ્લેખ કર્યો હતો તે તેમ જ છે, જે અંગે કોંગ્રેસ નેતૃત્વ વાળી યુપીએ સરકાર દ્વારા 126 રાફેલ લડાયક વિમાનની નિવિદા ઇશ્યું કરતા પહેલા વાયુ સેનાએ નિર્ણય કર્યો હતો. 

સુરજેવાલે દાવો કર્યો કે યૂપીએ શાસન દરમિયાન હવાઇ કર્મચારીઓની ગુણાત્મકજરૂરિયાતો હેઠલ 13 ભાર- વિશિષ્ટ ટેક્નોલોજીનો નિર્ણય કર્યો હતો. તેમાં રડાર ટેક્નોલોજી, હેલ્મેટ માઉન્ટેડ ડિસપ્લે, ટોડ ડિકાય સિસ્ટમ, લો બેંડ જામર, રેડિયો એલિમીટર અને ઉંચાઇવાલા વિસ્તારમાં બનેલા એરફીલ્ડમાં સંચાલનની ક્ષમતાનો સમાવેશ થાય છે. 

કૈથલના ધારાયક સુરજેવાલે કહ્યું કે, જો આ વિશેષ વિવરણ યુપીએ સરકાર દરમિયાન પહેલાથી જ નિશ્ચિત થઇ ગયા હતા અને તેના પર મોદી સરકારે રાફેલ લડાયક વિમાન સોદો કર્યો તો ફરીથી જનતાને 41 હજાર કરોડ રૂપિયાનું નુકસાન કઇ રીતે પહોંચાડાયું ? 

તેમણે મોદી સરકારને તે દાવો કરવા માટે ઝાટકણી કાઢી કે યુપીએ શાસનકાળ દરમિયાન રાફેલ સોદા હેઠળ ટેક્નોલોજી હસ્તાંતરણનો કોઇ જ કરાર નહોતો થયો. કોંગ્રેસે કહ્યું કે, પીઆઇબીની જાહેરાત અનુસાર સંપ્રગ સરકારના શાસનમાં ઇશ્યું કરવામાં આવેલ આરપીએફ વડાપ્રધાન અને નવા સંરક્ષણ મંત્રીએ ખોટા દાવા મુદ્દે પણ ઝાટકણી કાઢી હતી.