નવી દિલ્હી: રાજ્યસભામાં મંગળવારે (19 નવેમ્બર)ના રોજ જલિયાવાલા બાગ બિલ (Jallianwala Bagh National Memorial Amendment Bill) અને વિવાદાસ્પદ સરોગેસી બિલ (Surrogacy Bill) પર ચર્ચા થશે. આ બંને બિલ આજે ચર્ચા માટે સૂચીબદ્ધ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે બંને બિલ લોકસભામાં પાસ થઇ ગયા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જલિયાવાલા બાગ સ્મારક સંસોધન બિલ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં લોકસભામાં પાસ થઇ ચુક્યું છે. નવા કાયદા હેઠળ કોંગ્રેસ અધ્યક્ષ જલિયાવાલા બાગ સ્મારક સમિતિના સભ્ય નહી હોય. જોકે કોંગ્રેસ સાંસદોએ આ બિલને પુરજોશ રીતે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જલિયાવાલા બાગ કાંડ બાદ સ્મારક બનાવવા માટે જમીન કોંગ્રેસ પાર્ટીએ આપી હતી અને સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો હતો. 


નવા બિલમાં હવે સમિતિના સભ્યો તરીકે લોકસભામાં વિપક્ષના નેતાને નિમવાની જોગવાઇ કરવામાં આવી છે. જોકે અત્યારે લોકસભામાં કોઇપણ વિપક્ષના નેતાનો દરજ્જો પ્રાપ્ત નથી, જોકે તે સમિતિના સભ્ય બની ન શકે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube