Surya Rashi Parivartan 2022: ગ્રહોના રાજા સૂર્ય ફરી રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 17 સપ્ટેમ્બર 2022ના રોજ સૂર્ય સ્વરાશિ સિંહમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનું રાશિ પરિવર્તન સવારે લગભગ 07:35 વાગે થશે. ત્યારબાદ સૂર્ય 16 ઓક્ટોબર સુધી કન્યા રાશિમાં જ રહેશે. સૂર્યનું કન્યા રાશિમાં ગોચર 6 રાશિવાળા માટે ખુબ જ શુભ સાબિત થશે. આવો જાણીએ કઈ રાશિના જાતકો માટે સૂર્ય ગોચર શુભ સાબિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ- સૂર્ય ગોચરથી મેષ રાશિવાળાના તમામ કામ પૂરા થશે. વિધ્નો દૂર થશે અને એક પછી એક સફળતાઓ મળશે. આર્થિક ક્ષેત્રે સારું રહેશે. તમારું અને તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય વધુ સારું થશે. 


કર્ક- સૂર્યનું આ ગોચર કર્ક રાશિના જાતકો માટે સારું રહેશે. આર્થિક લાભ કરાવશે અને બીમારીઓ દૂર કરશે. સ્વાસ્થ્ય સારું કરશે. જે જાતકો લાંબા સમયથી પરેશાન હતા તેમની પરેશાનીઓ દૂર થશે. 


તુલા- સૂર્ય ગોચર તુલા રાશિના જાતકોને વિદેશ યાત્રા કરાવી શકે છે. જે જાતકો લાંબા સમયથી વિદેશ જવાની યોજના ઘડી રહ્યા હતા તેમની ઈચ્છા હવે પૂરી થશે. આ સાથે જ કોઈ મોટી ખુશખબરી પણ મળી શકે છે. 


વૃશ્ચિક- સૂર્યનું રાશિ પરિવર્તન ધનલાભ કરાવશે. આર્થિક સ્થિતિ સારી થશે. કમાણી વધવાનું સુખ મળશે. તેનાથી અટકેલા કામ પૂરા થશે. ઘરમાં ખુશહાલી રહેશે. 


ધનુ- સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ ખાસ કરીને વેપારીઓને લાભ કરાવશે. કરિયરમાં નવી તક મળશે. લાભ વધતો જ જશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. પરેશાનીઓ ઓછી થશે. 


મીન- મીન રાશિવાળાઓને સૂર્ય ગોચર કરિયરમાં નવી અને સારી તકો આપશે. તેનો ભવિષ્યમાં લાભ મળશે. રોકાણ કરવા, ઘર ગાડી ખરીદવા માટે સારો સમય છે. અપરણિત લોકોને પાર્ટનર મળી શકે છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube