Surya Grahan 2022: દર વર્ષે આસો વદ અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ વખતે દિવાણી 24 ઓક્ટોબરે છે. સૌથી ખાસ વાત છે કે આ વખતે દિવાળી (Diwali 2022 Date) ના બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ છે. આ સાથે 25 ઓક્ટોબરે ગોવર્ધન પૂજા પણ છે. તેવામાં આવો જાણીએ દિવાળી અને ગોવર્ધન પૂજા (Surya Grahan 2022) પર સૂર્ય ગ્રહણની શું અસર પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવસે છે સૂર્ય ગ્રહણ
હિન્દુ પંચાગ પ્રમાણે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ દિવાળીના એક દિવસ બાદ એટલે કે 25 ઓક્ટોબરે છે. સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરે બપોરે 2 કલાક 19 મિનિટે શરૂ થશે અને રાત્રે 2 કલાક 30 મિનિટ પર સમાપ્ત થશે. તેવામાં 12 કલાકનો સૂતક કાળ રહેશે. 


દિવાળી તથા ગોવર્ધન પૂજા પર પ્રભાવ
માન્યતા છે કે સૂર્ય ગ્રહણ લાગ્યા બાદ તેના સમાપ્ત થવા સુધી સૂતક લાગે છે અને આ દરમિયાન પૂજા-પાઠ કરી શકાય નહીં. તેવામાં આ વખતે દિવાળીના દિવસે સૂર્યગ્રહણ લાગી રહ્યું છે અને ગોવર્ધનના દિવસે સમાપ્ત થશે. સૌથી સારી વાત છે કે દિવાળી અને ગોવર્ધન પૂજા પર સૂર્ય ગ્રહણનો કોઈ પ્રભાવ પડશે નહીં. કારણ કે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. તેવામાં તમે કોઈ ચિંતા વગર તહેવારની મજા માણી શકો છો. 


આ પણ વાંચોઃ સૂર્ય રાશિ પરિવર્તન: આગામી મહિને બદલાઈ જશે 6 રાશિનું ભાગ્ય, પ્રગતિના નવા દ્વાર ખુલશે


સૂતક કાળમાં ન કરો આ કામ
- વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબર 2022ના લાગશે. આમ તો તે ભારતમાં જોવા મળશે નહીં. 

- સામાન્ય રીતે સૂર્ય ગ્રહણ શરૂ થવાથી લઈને પૂર્ણ થવા સુધીના સમયને સૂતક કાળ કહેવામાં આવે છે અને આ દિવસે ઘણા કામ કરવાની મનાઈ હોય છે. કહેવામાં આવે છે કે સૂર્ય ગ્રહણ લાગતા પહેલા ઘરમાં રહેતા બધા પ્રકારના ભોજનમાં તુલસીના પાન મુકવા જોઈએ. 


- ગ્રહણ દરમિયાન મંદિરમાં પૂજા કરવામાં આવતી નથી, પરંતુ આ દરમિયાન પોતાના ઈષ્ટ દેવતાને મંત્રોના જાપ કરવા જોઈએ. 


- સૂર્ય ગ્રહણ સમયે કોઈ ગર્ભવતી સ્ત્રીએ ઘરની બહાર ન નિકળવું જોઈએ. સાથે ગર્ભવતી સ્ત્રીએ ભૂલથી કોઈ ધારવાળી વસ્તુ કે ઓજારનો ઉપયોગ ન કરવો જોઈએ. 


(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી તમામ જાણકારીઓ સામાજિક અને ધાર્મિક આસ્થાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube