નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત કેસમાં કેન્દ્ર સરકારે અરજી દાખલ કરી સુપ્રીમ કોર્ટ માં માંગ કરી છે કે, તેમને પણ આ મામલે પક્ષકાર બનાવવામાં આવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારે કહ્યું કે, DoPT વિભાગે સીબીઆઇને તપાસ સોંપી છે. જે કાયદેસર છે અને મુંબઈ પોલીસે સીબીઆઈની તપાસમાં સહકાર આપવો જોઇએ. આ કેસમાં 11 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે.


આ પણ વાંચો:- સુશાંત કેસ: જૂઠ્ઠાણાના ધજાગરા ઉડશે, સત્યની થશે જીત, જાણો DIG ગગનદીપ ગંભીર વિશે


તમને જણાવી દઇએ કે, બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. તેમાં કહ્યું છે કે રિયા ચક્રવર્તી અને તેના પરિવારના સભ્યો પૈસા પડાવવાના એકમાત્ર હેતુ માટે સુશાંતની નજીક આવ્યા હતા. બિહાર સરકારે કહ્યું કે બાદમાં સુશાંતની માનસિક બીમારીની ખોટી તસવીર તૈયાર કરવામાં આવી હતી.


સુપ્રીમ કોર્ટમાં સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પટનામાં દાખલ કેસને મુંબઇ સ્થાનાંતરિત કરવાની માંગની અરજી પર અભિનેત્રી રિયા ચક્રવર્તીએ અરજી કરી હતી.


આ પણ વાંચો:- Rhea Chakraborty એ ફોન પર કોની-કોની સાથે કરી વાત, ડિટેલ્સમાં તમામના નામનો ખુલાસો


સુશાંતનો મૃતદેહ મુંબઇના ઉપનગર બાંદ્રા સ્થિત તેના એપાર્ટમેન્ટમાં છત પરથી લટકતો મળી આવ્યો હતો. ત્યારબાદથી મુંબઈ પોલીસ વિવિધ પાસાઓને ધ્યાનમાં લીધા બાદ આ મામલાની તપાસ કરી રહી છે. 25 જુલાઈએ રાજપૂતના પિતા કૃષ્ણા કિશોરસિંહે રિયા ચક્રવર્તી, તેના પરિવારના સભ્યો અને અન્ય છ લોકો સામે તેઓએ તેમના પુત્રને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાને લઇ પટના પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી.


રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે આ એફઆઇઆર તપાસને બિહારથી મુંબઇ પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube