નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 5 ઓગસ્ટના સુનાવણી થશે. જેમાં ત્રણ દિગ્ગજ વકિલોની ચર્ચા થશે. આ અરજીને જસ્ટિસ રિષીકેશ રોય સાંભળશે. આ મામલે વરિષ્ઠ વકીલ આર. બસંત મહારાષ્ટ્ર સરકાર તરફી રજૂ થશે. વકીલ આર.બસંતનો સામનો બિહાર સરકાર તરફથી રજૂ થતા વકીલ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ વિકાસ સિંહ અને અટાર્ની જરનલ મુકુલ રોહતગીથી થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- EXCLUSIVE: આખરે ક્યાં ગાયબ થયા સુશાંત સિંહ રાજપૂતના 15 કરોડ રૂપિયા?


આ મામલે મહારાષ્ટ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં તેમની કેવિએટ ફાઇલ કી છે. જમાં કહ્યું છે કે, રિયાની અરજી પર સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારનો પક્ષ પણ સાંભળવામાં આવે અને રિયાની અરજી પર કોઇ એકતરફી આદેશ જાહેર કરવામાં આવે નહીં. બિહાર સરકાર અને સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પણ આ મામલે કેવિએટ દાખલ કરી છે.


આ પણ વાંચો:- 29 જૂનથી હતું Sushant Singhનું આ નવું પ્લાનિંગ, જાણો શું-શું કરવા ઇચ્છતો હતો


તમને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમાં માંગ કરી છે કે, પટનામાં દાખલ એફઆઇઆરના આધાર પર પોલીસની કાર્યવાહી પર રોક લગાવવામાં આવે અને તપાસને બિહારથી મુંબઇ ટ્રાન્સફર કરવામાં આવે. જ્યાં આ મામલે પહેલાથઈ તપાસ ચાલી રહી છે. એક કેસની તપાસ બે જગ્યાએ પોલીસ કરી શકતી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube