નવી દિલ્હીઃ બોલાીવુડમાં ડ્રગ્સ કનેક્શનને લઈને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) સતત તપાસ કરી રહી છે. આ સાથે ડ્રગ્સ કનેક્શનને લઈને એનસીબી તરફથી ઘણા મોટા કલાકારોને સમન્સ મોકલવામાં આવ્યા છે. તો ઘણા સ્ટારની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યુ કે, ડ્રગ્સ કનેક્શન વાળા કલાકારોને ફિલ્મ પ્રોડ્યૂસર કામ ન આપે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (એ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સામાજીક ન્યાય તથા અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ અઠાવલેએ દિશા સાલિયાનના મોતની સીબીઆઈ તપાસની માગ કરી છે. આ સાથે પાયલ ઘોષને ન્યાય અપાવવા માટે તેમની પાર્ટી આરપીઆઈ આંદોલન કરશે. 


તો કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યુ કે, ડ્રગ્સ કનેક્શન વાળા કલાકારોને ફિલ્મ પ્રોડ્યૂસર કામ ન આપે. અમે એવા પ્રોડ્યૂસર વિરુદ્ધ વિરોધ કરીશું અને શૂટિંગ રોકવાનું નક્કી કરશું. આ સિવાય સીબીઆઈએ દિશા સાલિયાનના મોતની તપાસ કરવી જોઈએ. 


યૂએનમાં સ્થાયી સીટ માટે પીએમ મોદીની સ્પષ્ટ વાત, પૂછ્યું- ક્યાં સુધી રાહ જોશે ભારત


તપાસની સ્પીડ વધારે સીબીઆઈ
અઠાવલેએ કહ્યુ કે, ડ્રગ્સ કનેક્શનના મામલામાં માત્ર અભિનેત્રીઓના નામ કેમ આવી રહ્યાં છે? પુરૂષ અભિનેતાઓ અને ડાયરેક્ટરોના નામ પણ સામે આવવા જોઈએ. તો સુશાંત સિંહ રાજપૂતના મોત મામલાને લઈને અઠાવલેએ કહ્યુ કે, મુંબઈ પોલીસની તપાસ સુશાંત કેસમાં શંકાસ્પદ છે. સીબીઆઈએ સુશાંત કેસની તપાસમાં ગતિ વધારવી જોઈએ. 


પાયલ ઘોષ માટે આંદોલન
રામદાસ અઠાવલેએ કહ્યુ કે, અનુરાગ કશ્યપ પર આરોપ લગાવનાર પાયલ ઘોષને ન્યાય અપાવવા માટે આરપીઆઈ દેશવ્યાપી આંદોલન કરશે. અનુરાગ કશ્યપની ધરપકડ કરવી જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube