પટણા: બિહાર એનડીએમાં સતત ધમસાણ જોવા મળી રહ્યું છે. અગાઉ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ ભાજપને અલ્ટીમેટમ આપતા જેમ બને તેમ જલદી સમાધાન માટે કહ્યું હતું. આ સાથે જ તેમણે પોતાના માટે સન્માનજનક સીટોની માગણી પણ કરી હતી.  હવે રાલોસપા પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા પર પરોક્ષ રીતે પ્રહાર કરતા બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ શનિવારે આંખ ફેરવીને કહી દીધુ કે રાલોસપાની ધમકી સહન કરીશું નહીં અને રાજ્યની ગ્રાઉન્ડસ્તર વાસ્તવિકતાના આધારે લોકસભાની ચૂંટણી માટે બેઠકોની ફાળવણી કરવામાં આવશે. ભાજપ દ્વારા પોતાની પાર્ટીને પ્રસ્તાવિત બેઠકોની સંખ્યા પર કુશવાહાએ અસંતોષ જાહેર કર્યા  બાદ સુશીલ મોદીની ટ્વિટ  સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુશવાહાએ એનડીએને 30 નવેમ્બર સુધી બેઠકો પર નિર્ણય લેવાનું અલ્ટીમેટમ આપ્યું છે અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)ને સન્માનજનક સીટો આપવાનું કહ્યું છે. એનડીએમાં બિહારમાં ભાજપ, જેડીયુ, લોજપા અને રાલોસપા ગઠબંધનમાં છે. જો કે રાજ્ય ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીએ કુશવાહાનું નામ તો ન લીધુ પરંતુ કહ્યું કે એનડીના કેટલાક પક્ષ સ્વયં માટે એટલા પરિપૂર્ણ થઈ ગયા છે અને મહાગઠબંધનના આરોપિત નેતાઓ સાથે નીકટતા વધારી રહ્યાં છે. 


લોકસભા ચૂંટણી માટે બેઠકોની રજુઆત સન્માનજનક નથી-કુશવાહા
ઉપેન્દ્ર કુશવાહાએ શનિવારે કહ્યું હતું કે ભાજપે 2019ની લોકસભા ચૂંટણી માટે તેમની પાર્ટીને જે બેઠકો ઓફર કરી છે તે સન્માનજનક નથી. કુશવાહાએ આરએલએસપીને ઓફર કરાયેલી બેઠકોની સંખ્યાનો તો ખુલાસો ન હતો કર્યો પરંતુ તેમણે કહ્યું કે બિહારમાં એનડીએના ઘટક પક્ષો દ્વારા 30 નવેમ્બર સુધી સીટોની ફાળવણીના સમાધાન પર પહોંચતા પહેલા તેઓ આ અંગે કશું બોલશે નહીં. કેન્દ્રીય માનવ સંસાધન રાજ્ય મંત્રી કુશવાહાએ અહીં આરએલએસપીની પ્રદેશ કાર્યકારિણીની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા આ વાત જણાવી હતી. 


કુશવાહા બિહારના મુખ્યમંત્રીની એક ટિપ્પણીથી નારાજ છે. કુમાર જેડીયુના અધ્યક્ષ પણ છે. કુમારે બિહારમાં એનડીએના ઘટક પક્ષો વચ્ચે સીટોની ફાળવણી મુદ્દે કુશવાહા સાથે સામેલ થવાની ના પાડતા કહ્યું હતું કે વાતને આટલી નીચે ન લઈ જવી જોઈએ. કહેવાય છે કે કુશવાહાએ આ નિવેદનમાં નીચે શબ્દને પોતાના અપમાન તરીકે જોયો. તેમણે આરોપ લગાવ્યો કે આ ટિપ્પણી તેમને નીચ વ્યક્તિ કહેવા સમાન હતી.