નવી દિલ્હીઃ પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની(Sushma Swaraj) અંતિમ ઈચ્છા તેમની દિકરી બાંસુરીએ(Bansuri) શુક્રવારે(Friday) પુરી કરી છે. બાંસુરીએ પોતાની માતાએ આપેલું વચન પાળતાં વકીલ હરીશ સાલ્વેને(Harish Salve) એક રૂપિયાનો સિક્કો(One Rupee Coin) આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હરીશ સાલ્વેએ માત્ર એક રૂપિયાની ફીસમાં આંતરરાષ્ટ્રી અદાલત(ICJ)માં પાકિસ્તાનની જેલમાં કેદ કુલભૂષણ જાદવનો કેસ(Kulbhushan Jadhav Case) લડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે 6 ઓગસ્ટના રોજ રાત્રે લગભગ 8.50 કલાકે દેશના સુપ્રસિદ્ધ વકીલ હરીશ સાલ્વેને ફોન કરીને કહ્યું હતું કે, બુધવારે તેઓ તેમના ઘરે આવીને આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભૂષણ જાધવનો કેસ લડવાની ફીસ લેતા જાય. 67 વર્ષના સુષમા સ્વરાજે આ અંગે એક ટ્વીટ પણ કરી હતી. 


VIDEO : દિલ્હી-ટોરોન્ટો વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ, એર ઈન્ડિયાના સ્ટાફનો 'બલ્લે-બલ્લે' ડાન્સ


જોકે, એ જ દિવસે એટલે કે 6 ઓગસ્ટના રોજ રાત્રે સુષમા સ્વરાજને તેમના ઘરે હૃદયરોગનો મોટો હુમલો આવ્યો હતો. સારવાર દરમિયાન તેમનું અવસાન થઈ ગયું હતું. સાલ્વેએ તેમના અવસાનના સમાચાર જાણ્યા પછી મિડીયાને આ માહિતી આપી હતી. 


સુષમા સ્વરાજના અવસાન પર સાલ્વેએ પોતાની લાગણીપૂર્ણ ટ્વીટમાં લખ્યું હતું કે, "મેં મંગળવારે રાત્રે લગભગ 8.30 કલાકે તેમની સાથે વાતચીત કરી હતી. તેમણે મને મળવા બોલાવ્યો હતો. તેઓ મને જાધવ કેસની ફીનો એક રૂપિયો આપવા માગતા હતા. મેં તેમને કહ્યું હતું કે, એ બહુમૂલ્ય ફી હું જરૂર લઈશ."


પોતાની માતાએ આપેલું આ વચન તેમની દિકરી બાંસુરી સ્વરાજે શુક્રવારે પુરું કર્યું હતું. તેણે ભારતના વરિષ્ઠ વકીલને કેસ લડવાની ફી તરીકે એક રૂપિયાનો સિક્કો આપ્યો હતો. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....