નવી દિલ્હીઃ પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું મંગળવારે હાર્ટ એટેકથી દિલ્હીની એઈમ્સમાં નિધન થઈ ગયું છે. તેઓ 67 વર્ષના હતાં. ઘણા સમયથી તેઓ બિમાર હતા. ભાજપના કદાવર નેતા અને એક પ્રખર વક્તા સિવાય સુષમા સ્વરાજનું રાજકીય જીવન શાનદાર રહ્યું. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી બાદ વિદેશ પ્રધાન બનનારા તેઓ બીજા મહિલા નેતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 ફેબ્રુઆરી 1952ના હરિયાણાના અંબાલા કેન્ટમાં જન્મેલા સુષમા સ્વરાજના પિતા હરદેવ શર્મા રાષ્ટ્રીય સ્વસંસેવક સંઘના મહત્વના સભ્યોમાં સામેલ હતા. તેમના માતા-પિતાનો સંબંધ પાકિસ્તાનના લાહોર સ્થિત ધર્મપુરા વિસ્તારમાંથી હતા. અંબાલા કેન્ટના સનાતમ ધર્મ કોલેજથી તેમણે સંસ્કૃત અને રાજકીય વિજ્ઞાનથી શિક્ષણ હાસિલ કર્યું હતું. ત્યારબાદ તેમણે ચંદીગઢની પંજાબ યૂનિવર્સિટીથી કાયદામાં શિક્ષણ મેળવ્યું હતું. યુવાવસ્થાથી જ સુષમા સ્વરાજ એક સારા વક્તા રહ્યાં છે. હરિયાણાના ભાષા ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજીત રાજકીય પ્રતિયોગિતામાં તેમણે સતત ત્રણવાર બેસ્ટ હિન્દી સ્પીકરનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. 


સુષમા સ્વરાજના નામે ઘણા કીર્તિમાન, 25 વર્ષની ઉંમરમાં બન્યાં હતા કેન્દ્રીય પ્રધાન 


સુષ્મા સ્વરાજના અન્ય સમાચાર જાણો