સુષમા સ્વરાજે Twitter સર્વે સાથે ટ્રોલિંગ મુદ્દે જવાબી હૂમલો કર્યો
સુષ્મા સ્વરાજે ટ્વીટર પર એક સર્વે ચાલુ કર્યો છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા લોકોને પુછ્યું કે શું તેઓ આ પ્રકારનાં ટ્રોલિંગને સ્વીકૃતી આપે છે
નવી દિલ્હી : એક અંતરધર્મી દંપતીઓનાં પાસપોર્ટ સંબંધિત વિવાદ મુદ્દે સોશિયલ મીડિયા પર અપશબ્દોનો સામનો કરી રહેલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટર પર એક સર્વે ચાલુ કર્યો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારાને પુછ્યુંકે શું તેઓ આ પ્રકારના ટ્રોલિંગને સ્વિકૃતી આપે છે. સાંજે 11 હજારથી વધારે લોકોએ આ સર્વેમાં ભાગ લીધો. તેમાં 57 ટકા લોકોએ સુષ્માનું સમર્થન કર્યું તો 43 ટકા લોકોએ ટ્રોલ્સનું સમર્થન કર્યું.
ઘણા દિવસો સુધી ચાલેલા ટ્રોલિંગ બાદ મામલો શનિવારે ત્યારે આગળ વધી ગયો જ્યારે સુષ્માએ પતિ સ્વરાજ કૌશલે એક ટ્વીટર યુઝરની એક પોસ્ટનો સ્ક્રીનશોટ ટ્વીટ કર્યો જેમાં તેણે કહેવામાં આવ્યું કે, તેઓ તેની (સુષમા) પિટાઇ કરે અને તેને મુસ્લિમ તૃષ્ટીકરણ ન કરવાની વાત શિખવો. અંતરધર્મી દંપત્તીને કથિત રીતે અપમાનિત કરવાનાં મુદ્દે લખનઉ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રનાં અધિકારી વિકાસ મિશ્રાની બદલી પ્રકરણમાં પોતાની વિરુદ્ધ કરવામાં આવી રહેલા અપમાનજનક ટ્વીટમાંથી કેટલાકને સુષ્માએ રીટ્વીટ કરી રહ્યા છે.
સુષ્માએ ગત્ત રાત્રે ટ્વીટર સર્વે ચાલુ કર્યું અને લોકોને પુછ્યું કે શું આ પ્રકારનાં ટ્રોલિંગ યોગ્ય છે. તેમણે ટ્વીટ કર્યું કે, મિત્રો મે કેટલાક ટ્વીટ લાઇક કર્યા છે. આ ગત્ત થોડા દિવસોથી થઇ રહ્યું છે. શું તમે એવા ટ્વીટને સ્વિકૃતી આપો છો ? પોતાની પત્ની પર મુસ્લિમ તુષ્ટીકરણનો આરોપ લગાવનારા વ્યક્તિનો જવાબ આપતા સુષ્માના પતિએ આજે કહ્યું કે, આ પ્રકારનાં શબ્દોએ તેનાં પરિવારને અસહનીય દુખ દિધું છે.
સુષ્માના પતિ કૌશલે ટ્વીટ કર્યું કે, તમારા શબ્દોએ અમને અસહનીય દુખ આપ્યું છે. તમને એક વાત જણાવી રહી છું કે મારી માંનું 1993માં કેન્સરથી નિધન થયું હતું. સુષ્મા એક સાંસદ અને પુર્વ શિક્ષણ મંત્રી હતી. તે એક વર્ષ સુધી હોસ્પિટલમાં રહી હતી. તેમણે મેડિકલ એટેન્ડેન્ટ લેવાની મનાઇ કરી દીધી અને મારી માંની પોતે જ સારસંભાળ કરી.
સુષ્માએ ટ્વીટ દ્વારા નિશાન બનાવનારા વ્યક્તિને જવાબ આપતા જાણીતા વકીલે કહ્યું કે, પરિવાર પ્રત્યે તેમનું આ પ્રકારનું સમર્પણ છે. મારા પિતાની ઇચ્છા અનુરૂપ તેમણે મારા પિતાની ચિતાને મુખાગ્ની આપી. કૃપયા તેમના માટે આ પ્રકારનાં શબ્દોનો ઉપયોગ ન કરો. અમે કાયદા અને રાજનીતિમાં પહેલી પેઢી છે. અમે તેનાં જીવનથી વધારે કોઇ અન્ય વસ્તુ માટે પ્રાર્થના નથી કરતા. કૃપા પોતાની પત્નીને મારી તરફથી અગાધ સન્માનથી અવગત કરાવે.