નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજે મંગળવારે ટ્વીટ કરીને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી અને તૃણમુલ સુપ્રીમો મમતા બેનરજીને આડેહાથ લીધા હતા. સુષમાએ મમતાને બશીર બદ્રની એક શાયરી દ્વારા જવાબ આપ્યો છે. આ ટ્વીટ દ્વારા તેમણે રાજનીતિમાં દોસ્તી અને દુશ્મનીની વાત કરી છે. વિદેશ મંત્રીએ એક અન્ય ટ્વીટ કરી જેમાં તેમણે પ્રિયંકા ગાંધીને મનમોહન સિંહની સરકારની યાદ અપાવી છે અને જણાવ્યું કે, રાહુલ ગાંધીએ કેવી રીતે અધ્યાદેશને ફાડીને ફેંકી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુષમા સ્વરાજે લખ્યું કે, "પ્રિયંકા જી, આજે તમે અહંકારની વાત કરી છે. હું તમને યાદ અપાવું કે અહંકારની પરાકાષ્ઠા તો એ દિવસે થઈ હતી જે દિવસે રાહુલજીએ પોતાના જ વડાપ્રધાન ડો. મનમોહન સિંહજીનું અપનાન કરીને રાષ્ટ્રપતિએ આપેલા અધ્યાદેશને ફાડીને ફેંકી દીધો હતો. કોણ કોને સંભળાવી રહ્યું છે?"


સુષમા સ્વરાજે શું કહ્યું? જુઓ વીડિયો


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...


પ્રિયંકાએ પીએમ મોદી પર કર્યા હતા પ્રહાર
વડાપ્રધાન મોદી પર પરોક્ષ રીતે પ્રહાર કરતા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે અંબાલામાં કહ્યું હતું કે, મહાભારતના દુર્યોધનમાં પણ 'આવો જ અહંકાર હતો.' ભાજપે તેમના આ નિવેદન પર તિખી પ્રતિક્રિયા આપી હતી. અમિત શાહે પશ્ચિમ બંગાળમાં એક રેલીમાં કહ્યું હતું કે, 'દેશના લોકો નક્કી કરશે કે કોણ દુર્યોધન અને કોણ અર્જુન છે.'


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....