સુષમાની આ તસવીરને દુનિયાએ કરી સલામ, વૈશ્વિક મંચ પર દેખાડી નારી સશક્તિકરણ
પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ હવે આ દુનિયામાં રહ્યા નથી. સુષમાના અચનાક મોતના સમાચારથી સમગ્ર દુનિયા હેરાન છે. દેશ- વિદેશના નેતાઓ સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યાં છે
નવી દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ હવે આ દુનિયામાં રહ્યા નથી. સુષમાના અચનાક મોતના સમાચારથી સમગ્ર દુનિયા હેરાન છે. દેશ- વિદેશના નેતાઓ સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યાં છે. રાજનેતાઓમાં એક અલગ છબી ઉભી કરનાર સુષમા સ્વરાજે માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્વિક સ્તર પર તેમની એક અલગ ઓળખ બનાવી છે. કેન્દ્રીય વિદેશ મંત્રી રહ્યાં તે દરમિયાન સુષમા સ્વરાજના કાર્યકાળને કદાચ જ કોઇ ભૂલી શકે છે.
આ પણ વાંચો:- સુષમા સ્વરાજના નિધન પર હરસિમરત કૌરે કહ્યું- ‘મેં મારી મોટી બહેન ગુમાવી’
2014થી 2019 સુધી વિદેશ મંત્રી રહેલા સુષમા સ્વરાજે ઘણા દેશોના પ્રવાસો કર્યા છે. વૈશ્વિક સ્તર પર ઘણી બધી પ્રેસ કોન્ફરેન્સમાં ભાગ લીધો છે. આ વૈશ્વિક સ્તરના કાર્યક્રમોમાંથી એક છે શંઘાઇ સહયોગ સંગઠનની બેઠક. આ બેઠક 2018માં યોજાઇ હતી. જેમાં ચીન, કઝાકિસ્તાન, રશિયા, તઝાકિસ્તાન જેવા કુલ 10 દેશોના વિદેશ મંત્રી સામેલ થયા હતા. ખાસ વાત એ હતી કે, બધા દેશોના વિદેશ મંત્રી પુરષ હતા. બેઠકમાં માત્ર એક મહિલા વિદેશ મંત્રી સુષમા સ્વરાજ જ હતા.
આ પણ વાંચો:- સુષમા સ્વરાજના નિધન પર પાકિસ્તાનથી આવેલી ગીતા બોલી, ‘હું અનાથ થઇ ગઇ છું’
સમગ્ર દુનિયાએ કરી હતી સલામ
બેઠક દરમિયાન જ્યારે બધા વિદેશ મંત્રી એક સાથે ઉભા હતા તો તેમાં સુષમા સ્વરાજની તસવીરે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં હતી. 9 વિદેશ મંત્રીઓની સાથે એકલા ઉભા સુષમા સ્વરાજની તસવીર લોકોએ ઘણી પસંદ કરી હતી. શંઘાઇ સહયોગ સંગઠનની બેઠકથી જ્યારે સુષમાની આ તસવીર સામે આવી તો સમગ્ર દુનિયાએ નારી સશક્તિકરણને સલામ કરી હતી.
આ પણ વાંચો:- Video: પાકિસ્તાન ટીવીના સ્ટૂડિયોમાં ઇન્ટરવ્યૂ દરમિયાન સુષમાજીની ‘અટલવાણી’
ઘણી તસવીરે રચશે ઇતિહાસ
શંઘાઇ સહયોગ સંગઠનની બેઠક જ નહીં પરંતુ સુષમાની અન્ય ઘણી તસવીરોને ઇતિહાસના પાનાઓ પર સુવર્ણ અક્ષરોમાં કોતરવામાં આવશે. આ તસવીરોમાં ગીતા અને ઉજ્મા જેવી દીકરીઓને પાકિસ્તાનથી પરત વતન લાવવાની તસવીર સામેલ થશે.
જુઓ Live TV:-