Twitter પર ટ્રોલ થયા સુષમા સ્વરાજ, મુસ્લિમ તુષ્ટિકરણનો લાગ્યો આરોપ
સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે એક ટ્વીટર યૂઝરની પોસ્ટનો સ્ક્રીનશોટ ટ્વીટ કર્યો.આ પોસ્ટમાં કૌશલને કહેવામાં આવ્યું કે, તે મંત્રીને મુસ્લિમ તુષ્ટિકરણ ન કરવા વિશે સમજાવે.
નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને શનિવારે ટ્વીટર પર ફરીથી ટ્રોલ કરવામાં આવ્યા અને તેમના પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવાયો. સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે એક ટ્વીટર યૂઝરની પોસ્ટનો સ્ક્રીનશોટ ટ્વીટ કર્યો.આ પોસ્ટમાં કૌશલને કહેવામાં આવ્યું કે, તે મંત્રીને મુસ્લિમ તુષ્ટિકરણ ન કરવા વિશે સમજાવે.
થોડા દિવસ પહેલા સુષમાને પાસપોર્ટ જારી કરવાના વિવાદના સિલસિલામાં ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ પાસપોર્ટ તે મહિલાને જારી કરવામાં આવ્યો હતો જેણે અન્ય ધર્મના પુરૂષ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતિએ લખનઉના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં કાર્યરત વિકાસ મિશ્રા પર તેમણ પાસપોર્ટ અરજીન લઈને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો હતો. વિવાદ બાદ મિશ્રાનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું.
આ દંપતિએ દાવો કર્યો કે, મિશ્રાએ મહિલાના પતિને કહ્યું કે તે હિન્દુ ધર્મ અપનાવી લે. અધિકારી પર તે પણ આરોપ લગાવ્યો કે તેણે મહિલાને એક મુસ્લિમ સાથે લગ્ન કરવાને લઈને આડેહાથ લીધી. બાદમાં પોલીસ તથા એલઆઈયૂની રિપોર્ટમાં જાણવા મળ્યું કે મહિલાએ જે એડ્રેસ આપ્યું હતું, તે જગ્યા પર એક વર્ષથી રહેતી નથી.
સોશિયલ મીડિયાના એક વર્ષે મિશ્રા વિરુદ્ધ કાર્યવાહી માટે સુષમા તથા મંત્રાલય પર હુમલો કર્યો અને કહ્યું કે, તે માત્ર પોતાની ફરજ નિભાવતો હતો. આ વિશે જે ટ્વીટ કરવામાં આવ્યા તેમાંથી ઘણાએ સુષમાને ફરીથી ટ્વીટ કર્યા.
તે પૂછવા પર કે, શું મંત્રાલય ટ્રોલ કરનારની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાનો વિચાર કરી રહ્યું છે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું, વિદેશ મંત્રાલયે આ પ્રકારના દુર્ભાવનાપૂર્ણ ટ્વીટ અને ટ્રોલ કરવાનો પોતાની રીતે જવાબ આપ્યો હતો. મને નથી લાગતું કે મારી પાસે આ વિશે કહેવા માટે વધુ નથી.