સુષમા સ્વરાજ નહિં બને મોદી કેબિનેટનો ભાગ, હવે કોણ બનશે વિદેશ મંત્રી?
છેલ્લા પાંચ વર્ષમાં સુષમા સ્વરાજે વિદેશમંત્રી તરીકે દેશમાં સારી નામના પ્રાપ્ત કરી હતી. તેમણે ટ્વિટર દ્વારા સામન્ય લોકોની પડતી મુશ્કલીઓ દૂર કરવા માટે ફેમસ છે.
નવી દિલ્હી: સુષમા સ્વરાજ નવી મોદી સરકારના મંત્રીમંડળના ભાગ નહિ હોય. આગામી મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન પણ તેમનો સમાવેશ કરવામાં આવે છે કે નહિ તેના પર પ્રશ્ન છે. મહત્વનું છે, કે પૂર્વ મોદી સરકારના કેબિનેટમાં સુષમા સ્વરાજને મહત્વપૂર્ણ વિદેશમંત્રીની જવાબદારી સંભાળતા હતા.
શપથ ગ્રહણ સમારોહમાં પહેલા તેમને મંત્રીમંડળમાં સ્થાન મળે છે કે નહિ તેના પર અનેક અટકળો ચાલી રહી હતી. આ અટકળો પર વિરામ ત્યારે લાગ્યો જ્યારે તે શપથ ગ્રહણ સમારોહમાં માત્ર દર્શક બનીને બેસી રહ્યા હતા.
સુષમા સ્વરાજ સહિત અનેક પૂર્વ મંત્રીઓને આ વખતે ન મળી PM મોદીના મંત્રીમંડળમાં જગ્યા
જેટલી પણ મોદી સરકારની કેબિનેટનો નહિ હોય ભાગ
મહત્વનું છે, આ પહેલા મોદી સરકારમાં નાણાંમંત્રી રહેલા અરૂણ જેટલીએ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને નવી સરકારમાં મંત્રી નહિ બનવા માટે પત્ર લખ્યો હતો. તેમણે ખરાબ સ્વાસ્થને કારણે સરકારમાં મંત્રી બનવા માટે ના પાડી હતી. તેમણે પ્રધાનમંત્રીને લખેલો પત્ર ટ્વિટર અને ફેસબુક પર પણ શેર કર્યો હતો.
જેટલીએ કહ્યું કે અત્યારે જ પૂર્ણ થયેલી ચૂંટણીમાં ભાજપને ભારે બહુમત મળવાતાની સાથે જ તેમણે બિમારીનો ઇલાજ કરવા માટે વડાપ્રઘાન મોદીને સૂચિત કર્યા હતા.