Suspected boat was found in Raigad: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મોટા આતંકવાદી ઘટનાનો પર્દાફાશ થયો છે. જિલ્લાના હરિહરેશ્વર તટ પર એક શંકાસ્પદ હોળી મળી આવી હતી જેમાં AK-47 સહિત ઘણા હથિયાર મળી આવ્યા છે. પોલીસે આ હોડીને જપ્ત કરી લેવામાં આવી છે અને તેના વિશે જાણકારી એકઠી કરવામાં આવી રહી છે. હોડી મળવાની ઘટના બદ જિલ્લામાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ કોઇ મોટી ઘટનાને અંજામ આપવા માટે સમુદ્રના માર્ગે આ હથિયારોને રાયગઢ લઇને આવ્યા છે. હાલ હોડીના માલિક અને આ અહીં કેવી રીતે પહોંચી, તેના વિશે કોઇ જાણકારી મળી શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિક્યોરિટી કંપની સાથે કનેક્શન? 
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ઓમાનની સિક્યોરિટી બોટ છે, જે રાયગઢના કિનારે આવી છે. એકે 47 સહિત ઘણા હથિયાર પણ હોડીમાંથી મળી આવ્યા છે. જે હવે બેકાર થઇ ગયા છે. પરંતુ પોલીસ અત્યારે આ મામલે આગળની તપાસ કરી રહ્યા છે. કેન્દ્રીય એજન્સીઓને સૂચના આપવામાં આવી છે અને તપાસની દેખરેખ કરી રહી છે. જાણકારી અનુસાર આ હોડીનું એક મલ્ટીનેશનલ કંપની સાથે કનેક્શન છે જેની પુષ્ટિ કંપનીએ ઝી ન્યૂઝને એક્સક્લૂસિવ વાતચીતમાં કરી છે. જોકે મહારાષ્ટ્ર એટીએસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને હોડીની તપાસ કરવામાં આવી રહી છે. 

હાડકાં તોડ HUG: છોકરીને એવું ટાઇટ HUG કર્યું કે તૂટી ગઇ પાંસળીઓ, અને પછી...


કંપની તરફથી કહેવામાં આવી રહ્યું છે કે તેમની ફર્મ સમુદ્રી સુરક્ષા સાથે જોડાયેલી છે અને તેમની જ એક હોડી સમુદ્રમાં પલટી ખાઇ હતી જે રાયગઢમાંથી મળી આવી છે. કંપનીએ કહ્યું કે તે ઘટનાથી વાકેફ છે અને કંપનીના વરિષ્ઠ અધિકારી વહિવટીતંત્ર સાથે સંપર્કમાં છે. મહારાષ્ટ્રના વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ગૃહમંત્રીને ગુરૂવારે સાંજ સુધી સદનને આ વિશે જાણકારી આપવા માટે કહ્યું છે. ઘટના પર રાયગઢ જિલ્લા પોલીસ બળ પહોંચી ગયું છે અને આ વિશે શોધખોળ કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube