નવી દિલ્હી: જમ્મુમાં હાલમાં જ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન એટેક બાદ અલર્ટ જાહેર છે. આ બધા વચ્ચે જમ્મુના સુંજવાન મિલિટરી સ્ટેશન પાસે ફરીથી એક ડ્રોન જોવા મળ્યું છે. જો કે સેનાએ એ વાતનો ઈન્કાર કર્યો છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાની તપાસની જવાબદારી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી દીધી છે. 


ફરી ડ્રોન જોવા મળ્યું
મળતી માહિતી મુજબ સોમવારે મોડી રાતે લગભગ અઢી વાગે આ ડ્રોન જોવા મળ્યું. જે થોડા સમય બાદ ગાયબ થઈ ગયું. સુરક્ષાદળોએ આ ડ્રોન કૂંજવાની, સુંજવાન, કલૂચક પાસે જોયું.  સેનાને મોડી રાતે આ ડ્રોન અંગે જાણકારી મળી હતી. પહેલા રત્નુચકમાં રાતે 1.08 વાગે, ત્યારબાદ કુંજવાનીમાં 3.09 વાગે અને પછી કુંજવાનીમાં સવારે 4.19 વાગે આ ડ્રોન જોવા મળ્યું હ તું. સેના તરફથી ડ્રોન પર ફાયરિંગ કરાયું નથી. હવે આ મામલે તપાસ ચાલુ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube