જમ્મુઃ જમ્મૂ-કાશ્મીરમાં એકવાર ફરી અશાંતિ ફેલાવવાના આતંકીઓના ઇરાદા પર પાણી ફરી વળ્યું છે. પોલીસ અને સેનાએ મળીને આતંકીઓના ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધુ છે. પોલીસને બત્રા હોસ્પિટલની નજીક જમ્મુ-કાશ્મીર હાઈવે પર આઈઈડી જપ્ત કરી મોટી દુર્ઘટના ટાળી દીધી છે. હાઈવે પર આતંકીઓએ કાળા કલરના એક ડબ્બામાં ટાઈમર લાગેલી આઈડીને પ્લાન્ટ કરી હતી. તેની માહિતી સમય રહેતા પોલીસને મળી હતી. પોલીસની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સમય પર ઘટના સ્થળે પહોંચી અને આઈઈડીને સુરક્ષિત સ્થળે લઈ નિષ્ક્રિય બનાવી દીધી. પોલીસ અને સેના દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર સિદ્ધડામાં બત્રા હોસ્પિટલની નજીક હાઈવે પર એક કચરામાં કાળા કલરનો ડબ્બો જોઈને લોકોને શંકા ગઈ અને પોલીસને જાણ કરી. માહિતી મળતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ વચ્ચે એસએસપી જમ્મુ ચંદન કોહલી પણ ત્યાં પહોંચી ગયા હતા. ડબ્બાને જોતા શંકા ઉભી થઈ અને સુરક્ષાદળોએ તત્કાલ જમ્મુ-શ્રીનગર હાઈવે પર વાહનોની અવરજવર બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈવેની બંને તરફ વાહનોની અવરજવર બંધ કરવામાં આવી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને જાણ કરવામાં આવી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube