કોંગ્રેસમાં જુથવાદનું ભુત ફરી ધુણ્યું: છત્તીસગઢમાં ભુપેશ બધેલ અને ટીએસ બાબા વચ્ચે હરિફાઇ
કોંગ્રેસનાં હિંદી હાર્ટલેન્ડનાં ત્રણ મહત્વનાં રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને સત્તાથી બેદખલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. જો કે માત્ર જીતથી કોંગ્રેસનાં પડકારો ખતમ થતા નથી જોવા મળી રહ્યા
નવી દિલ્હી : કોંગ્રેસનાં હિંદી હાર્ટલેન્ડનાં ત્રણ મહત્વનાં રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને સત્તાથી બેદખલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. જો કે માત્ર જીતથી કોંગ્રેસનાં પડકારો ખતમ થતા નથી જોવા મળી રહ્યા. કોંગ્રેસ હાઇકમાન્ડની સામે સૌથી મોટી દુવિધા આ પ્રદેશોમાં મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં જ્યાં સચિન પાયલોટ અને અશોક ગહલોત અને સચિન પાયલોટની જુથબંધી સામે આવી રહી છે. તો મધ્યપ્રદેશમાં કમલનાથ તથા જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે પ્રેશર પોલિટિક્સ ચાલી રહ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
બીજી તરફ છત્તીસગઢમાં પણ ભૂપેશ બધેલ અને ટીએસ સિંહદેવ જેવા કદ્દાવર નેતાઓ વચ્ચે પ્રેશપ પોલિટિક્સની માહિતી છે.તેમની દાવેદારી પાર્ટી માટે વિવાદનું કારણ બની શકે છે. કોંગ્રેસ માટે મુખ્યમંત્રી પદનો ચહેરો પસંદ કરવો કેટલો અઘરો હોઇ શકે છે તેની એક ઝલક રાજસ્થાનમાં જોવા મળી હતી. ધારાસભ્યોનાં દળની બેઠક બહાર સચિન પાયલોટ અને અશોક ગહલોતનાં સમર્થકો નારેબાજી કરી રહ્યા હતા. યુવા જોશ જ્યાં સચિન માટે જુથબંધી કરી રહ્યું છે જ્યારે રાજસ્થાનમાં ગહલોતની મજબુત છબી સ્વાભાવિક રીતે દાવેદારી રજુ કરી રહી છે. કોંગ્રેસે કેસી વેણુગોપાલને એઆઇસીસીનાં પર્યવેક્ષક બનાવીને મોકલ્યા છે. હવે તેમની ઉપર આ મુદ્દાઓને ઉકેલવા માટેની જવાબદારી છે.
કોંગ્રેસ બન્યો સૌથી મોટો પક્ષ, જાણો મધ્યપ્રદેશમાં કોની બનશે સરકાર...
છત્તીસગઢમાં કોંગ્રેસ 15 વર્ષ બાદ મોટી જીત પ્રાપ્ત કરીને સત્તામાં પરત ફરી છે. આ જીત બાદ અહીં પણ મુખ્યમંત્રી પદની રેસ ચાલુ થઇ ચુકી છે. ટોપમાં બે નામો ચર્ચાઇ રહ્યા છે. એક પ્રદેશ અધ્યક્ષ ભૂપેશ બધેલ અને બીજુ નામ છે કદ્દાવર નેતા ટીએસ સિંહદેવ. પહેલા વાત કરીએ બધેલની તો તેમનો વિવાદો સાથે પણ એટલો જ ઉંડો સંબંધ છે. ગત્ત વર્ષે સેક્સ સીડીકાંડ બાદ બધેલ અચાનક વિવાદોમાં આવ્યા હતા અને જેલ પણ જવું પડ્યું હતું. હાલ કોંગ્રેસ વાપસીમાં બધેલનો સિંહફાળો છે અને તેવામાં સીએમ પદની રેસમાં તેઓ આગળ દેખાઇ રહ્યા છે.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આ કારણથી થયું મોડુ, કારણ જાણીને ચોક્કસ ચોંકી ઉઠશો...
બીજી તરફ ટીએસ બાબાના નામથી પ્રખ્યાત ત્રિભુનેશ્વર શરણસિંહદેવ છત્તીસગઢનાં સૌથી અમીર ઉમેદવાર તરીકે ખ્યાતી પ્રાપ્ત કરનારા નેતા છે. ટીએસ સિંહદેવ સરગુજા રાજ્યનાં રાજપરિવાર સાથે સંબંધ ધરાવે છે. એવામાં તેમની દાવેદારી પણ ખુબ જ મજબુત છે. ઉપરાંત તેમના સમર્થકો પણ મોટા પ્રમાણમાં માંગ કરી રહ્યા છે કે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે. આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ચરણદાસ મહંતનું નામ પણ ચર્ચામાં છે. તેઓ પણ છત્તીસગઢમાં સારી પકડ ધરાવે છે. તેઓ કાર્યકર્તા લેવલ પર મજબુત પકડ ધરાવતા હોવા ઉપરાંત એક જમીન સાથે જોડાયેલા નેતા હોવાનું મનાય છે.