નવી દિલ્હી : કોંગ્રેસનાં હિંદી હાર્ટલેન્ડનાં ત્રણ મહત્વનાં રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને સત્તાથી બેદખલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. જો કે માત્ર જીતથી કોંગ્રેસનાં પડકારો ખતમ થતા નથી જોવા મળી રહ્યા. કોંગ્રેસ હાઇકમાન્ડની સામે સૌથી મોટી દુવિધા આ પ્રદેશોમાં મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં જ્યાં સચિન પાયલોટ અને અશોક ગહલોત અને સચિન પાયલોટની જુથબંધી સામે આવી રહી છે. તો મધ્યપ્રદેશમાં કમલનાથ તથા જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે પ્રેશર પોલિટિક્સ ચાલી રહ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ છત્તીસગઢમાં પણ ભૂપેશ બધેલ અને ટીએસ સિંહદેવ જેવા કદ્દાવર નેતાઓ વચ્ચે પ્રેશપ પોલિટિક્સની માહિતી છે.તેમની દાવેદારી પાર્ટી માટે વિવાદનું કારણ બની શકે છે. કોંગ્રેસ માટે મુખ્યમંત્રી પદનો ચહેરો પસંદ કરવો કેટલો અઘરો હોઇ શકે છે તેની એક ઝલક રાજસ્થાનમાં જોવા મળી હતી. ધારાસભ્યોનાં દળની બેઠક બહાર સચિન પાયલોટ અને અશોક ગહલોતનાં સમર્થકો નારેબાજી કરી રહ્યા હતા. યુવા જોશ જ્યાં સચિન માટે જુથબંધી કરી રહ્યું છે જ્યારે રાજસ્થાનમાં ગહલોતની મજબુત છબી સ્વાભાવિક રીતે દાવેદારી રજુ કરી રહી છે. કોંગ્રેસે કેસી વેણુગોપાલને એઆઇસીસીનાં પર્યવેક્ષક બનાવીને મોકલ્યા છે. હવે તેમની ઉપર આ મુદ્દાઓને ઉકેલવા માટેની જવાબદારી છે. 


કોંગ્રેસ બન્યો સૌથી મોટો પક્ષ, જાણો મધ્યપ્રદેશમાં કોની બનશે સરકાર...

શું વરિષ્ઠ ગહેલોતીઓ બાજી મારશે
રાજનીતિક જુથોમાં ગહલોતની ઓળખ પાર્ટીની અંદર અને બહાર, બંન્ને સ્થળો પર મજબુત મેનેજમેન્ટ કરનારા વ્યક્તિ તરીકેની છે. ગહલોતની પાર્ટી પર પકડ પણ એટલી જ મજબુત છે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ પૈકીનાં એક ગહલોત હાલ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના વ્યક્તિ મનાય છે. એવામાં એક તબક્કાનું માનવું છે કે ગહલોતને તેમના લાંબા રાજનીતિક અનુભવનો ફાયદો મળી શકે છે. 

પાયલોટની યુવા સોચ
જો કે બીજી તરફ ખાસ કરીને પાર્ટીનાં યુવાનોનો મત્ત તેનાથી અલગ છે. સચિન પાયલોટ માટે તર્ક અપાઇ રહ્યો છે કે તેમણે રાષ્ટ્રીય રાજનીતિનો મોહ ત્યાગ કરીને સંકટના સમયે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળ્યું. જમીન પર મહેનત કરી અને મોદી બ્રાંડ હોવા છતા પણ રાજસ્થાનમાં ભાજપને પછાડવામાં મહત્વનો રોલ નિભાવ્યો. તેવામાં સચિનની દાવેદારી પણ મજબુત  હોવાનુંજણાવાઇ રહ્યું છે. 


મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આ કારણથી થયું મોડુ, કારણ જાણીને ચોક્કસ ચોંકી ઉઠશો...

અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાનની કુલ 200માંથી 199 સીટો પર થયેલ ચૂંટણીમાં કોંગ્રેસને 99 સીટો પર જીત મળી છે. જ્યારે ભાજપને 73 અને બાકી અન્ય ઉમેદવારોને 25 સીટો મળી છે. જેમાં બસપા 6 અને આરએલડીને 1 મળી છે. કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છેત જો કે ગહલોત અને સચિન બંન્નેનો દાવ છે હાઇકમાન્ડ અને ધારાસભ્ય દળની અંતિમ નિર્ણયલેશે. જો કે દબાણની રાજનીતિ પણ તેની સાતે સાથે ચાલી રહ્યું છે.